ઉત્તર પ્રદેશઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફરી એકવાર તોફાની તત્વો સામે મોટું નિવેદન આપ્યું છે. યોગીએ કહ્યું, કેટલાક લોકો એવા છે જ્યારે પણ કોઈ હિન્દુ તહેવારની ઉજવણી આવે છે ત્યારે કેટલાક લોકોને શાંતિ પસંદ નથી આવતી. તેમને ગર્મી ચઢી જાય છે. અમે જાણીએ છીએ કે તેમની ગરમી કેવી રીતે ઠંડી પાડવી. તેમને ઠંડુ કરવા માટે આપણે ડેંટિગ અને પેંટિંગનો સહારો લેવો પડે છે.
યોગીએ કહ્યું કે લોકોએ પોતાના કાર્યક્રમો તેમની માન્યતાઓ અનુસાર ચલાવવા જોઈએ. કોઈ વાંધો ન હોવો જોઇએ, એક તરફ ઇસ્લામના અનુયાયીઓ મૂર્તિપૂજાનો વિરોધ કરશે પણ બીજી તરફ તેઓ આઈ લવ મોહમ્મદના નામે, શ્રદ્ધાના નામે તોડફોડ કરશે.
આ લોકો શ્રદ્ધાના નામે આગ લગાવશે, રસ્તા પર આવીને નિર્દોષ નાગરિકો પર હુમલા કરશે, દીકરીઓનું જીવન દયનીય બનાવશે અને વેપારીઓની દુકાનોમાં આગ લગાવશે, પોલીસ પર હુમલો કરશે. આવું કરનારાઓને હું સ્પષ્ટ સંદેશ આપું છું કે જો તમે મને છેડશો તો હું તમને જવા નહીં દઉં, તમને ક્યારેય બક્ષવામાં નહીં આવે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, અરાજકતા સહન કરવામાં આવશે નહીં
મુખ્યમંત્રીએ કહ્યું કે દરેકને સન્માન અને સુરક્ષા આપીશું, પરંતુ જો કોઈ તે સન્માન અને સુરક્ષા સાથે છેડછાડ કરવાની હિંમત કરશે તો તેમને છોડવામાં આવશે નહીં, હું ફરી એકવાર કહીશ કે જો કોઈ શેરીઓમાં વિરોધ કરવાની અને ખલેલ પહોંચાડવાની હિંમત કરશે તો તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. નોંધનિય છે કે નવરાત્રીના તહેવારોમાં અનેક જગ્યાએ બે જૂથો વચ્ચે ઘર્ષણના અહેવાલો છે અને આ મામલે હવે રાજનીતિ થઇ રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
જંગલના એક રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, નૈનીતાલમાં 52 પુરુષો, 10 મહિલાઓ આપત્તિજનક હાલતમાં પકડાયા | 2026-07-06 19:14:09
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50