કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા ઝારગ્રામની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દુકાનમાં જાલમુરી ખાધી હતી અને દુકાનદારનો વીડિયો જોરદાર વાયરલ થયો હતો.અહીની વિધાનસભા બેઠકો પર પણ ભાજપની જીત થઇ હતી, હવે જાલમુરી વેચનાર વિક્રમ સાઓનાનો જીવ જોખમમાં છે. તેમણે કહ્યું કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
વિક્રમ સાઓએ જણાવ્યું કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી ધમકીઓ મળી રહી છે. તેમને પાકિસ્તાન તરફથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ફોન આવી રહ્યાં છે. એક વીડિયો કોલ, એક ગ્રુપ કોલ અને ઘણા લોકોએ હથિયારોથી ધમકી આપી હતી. તેમણે ડરને કારણે ફોન કાપી નાખ્યો હતો.
બાંગ્લાદેશથી પણ ધમકીઓ
તેમને બાંગ્લાદેશથી ફોન આવ્યો હતો, જેમાં તેમને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમને ઓડિયો કોલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આવા અસંખ્ય કોલ આવી રહ્યાં છે, વોટ્સએપ મેસેજ દ્વારા પણ ધમકીઓ મળી રહી છે.
વિક્રમ સાઓએ જણાવ્યું કે તેમનો જીવ જોખમમાં છે. વહીવટીતંત્રને જાણ કર્યા પછી, બે સુરક્ષા કર્મચારીઓને તેમની સાથે તૈનાત કરવામાં આવ્યાં છે. વોટ્સએપ મેસેજમાં કહેવામાં આવ્યું કે તેઓ નિશાન પર છે અને તેના ઘર પર બોમ્બમારો કરવામાં આવશે. જો કે સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39