ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવા રાહુલનું આહ્વવાન
ભાજપે કૉંગ્રેસની ઓફિસ તોડી, કૉંગ્રેસ ભાજપની સરકાર તોડશે
અમદાવાદઃ લોકસભામાં વિપક્ષના રાહુલ ગાંધી અમદાવાદ આવ્યાં છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપની હાર થશે. કૉંગ્રેસના બબ્બર શેર કાર્યકર્તાઓ ભાજપને હરાવશે. આપણે ડરવાનું નથી. ગુજરાતની જનતા ડર વગર લડશે તો ભાજપ હારશે. કૉંગ્રેસમાં ડરની રાજનીતિ નથી. કૉંગ્રેસનો કાર્યકર્તા મુક્તમને વાત કરી શકે છે. અમારો કાર્યકર્તા અમારાથી ડરતો નથી.
#WATCH | Gujarat: Addressing party workers in Ahmedabad, Congress MP Rahul Gandhi says, "...Together we are going to defeat them in Gujarat. We will defeat Narendra Modi and BJP in Gujarat just like we defeated them in Ayodhya..." pic.twitter.com/nKX8ffqXTG
— ANI (@ANI) July 6, 2024
રાહુલ ગાંધીએ કહ્યું, અંગ્રેજો સામે કૉંગ્રેસ લડી હતી, RSS નહીં. કૉંગ્રેસમાં નહીં ભાજપમાં ડરની ભાવના છે. નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડવા ન હતા માગતા. મોદી અયોધ્યાથી ચૂંટણી લડવા માગતા હતા અને જો તેમ થયું હોય તો નરેન્દ્ર મોદીની અયોધ્યામાં હાર નિશ્ચિત હતી, વારાણસીમાં મોદીની જીત પાતળી સરસાઈથી થઈ. પંજાનું ચિહ્નનું તમામ ધર્મોમાં સ્થાન છે. ડરશો નહીં, ડરાવશો નહીં, તમામ ધર્મનો મંત્ર છે.
રાહુલ ગાંધીએ કહ્યું, આઝાદીની લડાઈ ગુજરાતથી શરૂ થઈ હતી. પાલડીમાં કૉંગ્રેસની ઓફિસ તોડી તેમ અમે તેમની સરકાર તોડીશું. ભાજપે 2022ની જેમ નહીં, 2017ની જેમ ચૂંટણી લડીશું. 2017માં કૉંગ્રેસ મજબૂતી સાથે ચૂંટણી લડી હતી, આગામી ત્રણ વર્ષમાં કૉંગ્રેસ ભાજપને હરાવશે.
ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલ ગાંધીએ લલકાર કરતાં કહ્યું, નફરત નહીં પ્રેમથી ભાજપને હરાવવાનું છે. અયોધ્યાની જેમ ગુજરાતમાં ભાજપ હારશે. કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સમગ્ર AICC છે. ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકવા રાહુલે આહ્વવાન કરતાં કહ્યું, ગુજરાતના લાખો લોકોનો મત જાણી નિર્ણય કરાશે.
ભાજપ નેતા દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધી મીડિયામાં ચમકવા આવ્યાં હોવાનો આરોપ લગાવી કહ્યું, રાહુલ ગાંધીનો હેતુ યોગ્ય નથી. રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિરોધી નિવેદન આપ્યું. રાહુલ ગાંધીની માનસિકતા દેશ વિરોધી છે. અનેક જગ્યાએ રાહુલના પુતળાં પણ બાળવામાં આવ્યાં છે.
LIVE: Shri @RahulGandhi addresses the Workers' Convention in Ahmedabad, Gujarat. https://t.co/EHgdqwQy0H
— Congress (@INCIndia) July 6, 2024
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
હિમંતા બિસ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી તરીકે ફરી લીધા શપથ, આ ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું | 2026-05-12 13:14:57