Mon,25 October 2021,7:20 am
Print
header

આમિર ખાનની પુત્રી ઇરાનો ખુલાસો, 14 વર્ષની ઉંમરમાં થયું હતું મારુ યૌન શોષણ

મુંબઇઃ બોલીવુડ અભિનેતા આમિર ખાનની પુત્રી ઇરા ખાન ચર્ચામાં છે. ઇરા ખાને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે (World Mental Health Day) પર પોતાના ડિપ્રેશનને લઇને એક પોસ્ટ શેર કરી હતી. વીડિયોમાં ઇરા ખાને કહ્યું હતું કે હું ડિપ્રેસ્ડ છું, ત્યાર બાદ સોશ્યલ મીડિયા પર ઇરા ખાન ખુબ ચર્ચામાં આવી હતી. ફરી એકવાર ઇરા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. તેને પોતાના વીડિયોમાં જણાવ્યું કે તેને ક્યારેય ખબર જ ન પડી કે તે કેમ ડિપ્રેસ્ડ છે. ઇરાએ એમ પણ કહ્યું કે તેમના પેરેન્ટ્સના છુટાછેડા પણ તેના ડિપ્રેશનનું કારણ ન રહ્યું. 

તે એ વાતનો જવાબ પણ નહીં આપી શકે કારણ કે તે પોતે નથી જાણતી. છેલ્લા ઘણાં વર્ષોથી તે એ વાતને સમજવાની કોશિશ કરી રહી છે પરંતુ કોઇ સીધો અને સ્પષ્ટ જવાબ નથી મળ્યો. તેને કહ્યું આજે હું આપને મારી સુવિધાભરી જિંદગી અંગે જણાવવા માંગુ છું. પૈસાને લઇને મને ક્યારેય કોઇ મુશ્કેલી નથી પડી. મારા માતા-પિતા, મારા દોસ્ત, તેમણે પણ ક્યારેય મને કોઇ વાતનું દબાણ નથી કર્યું.  

પેરેન્ટસના ડાયવોર્સ પર કર્યો ખુલાસો  

વીડિયોમાં ઇરા ખાને પોતાના મમ્મી-પપ્પાના છુટાછેડાનો ઉલ્લેખ કરતાં કહ્યું, જ્યારે હું નાની હતી તો મારા માતા-પિતાના છુટાછેડા થઇ ગયા પરંતુ તેને લઇને મને કોઇ આઘાત ન હતો. મારા માં-બાપના છુટાછેડા પછી પણ બન્ને સારા દોસ્ત છે. કોઇ વિખરાયેલો પરિવાર નથી. જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે મને ટીબી થઇ હતી. મારા માટે તે પણ એટલી ખરાબ ચીજ ન હતી કે હું આટલી દુઃખી છું. 

14 વર્ષની ઉંમરમાં થયું હતું યૌન શોષણ 

જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારુ યૌન શોષણ થયું હતું. મને ખબર નહોતી કે શું થઇ રહ્યું છે, પરંતુ જ્યારે મને ખબર પડી તો હું તેનાથી દૂર જતી રહી. હાં મને ખરાબ લાગ્યું કે મેં પોતાની સાથે આ શું કામ થવા દીધુ હતુ. હું મારા દોસ્તો અને માં-બાપને પોતાની જિંદગીની સાથે જોડાયેલી દરેક પળ જણાવી શકું છું. પણ શું જણાવું ? તે મને પૂછશે કેમ ? ઇરા ખાન અનેક ગંભીર વાતો પર વાત કરે છે. આ વખતે તેણે ડિપ્રેશનનું કારણ બતાવવા  માટે ખુલીને જવાબ આપ્યો છે. તેનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તેને યૌન શોષણને લઇને મોટો ખુલાસો કરતા બોલીવુડમાં તે ચર્ચાનો વિષય બની છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Guja

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch