Tue,14 July 2026,11:56 pm
Print
header

ભરૂચમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાઇટની દીવાલ મકાન પર ધસી પડી, પિતા-પુત્રનું મોત

  • Published By Panna Patel
  • 2026-07-01 08:59:38
  • /

ભરૂચ: આલી માતરીયા તળાવ વિસ્તારમાં આવેલી વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટની દીવાલ અચાનક નજીકના રહેણાંક મકાન પર ધસી પડતાં એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જેમાં પિતા-પુત્રનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ કાટમાળમાંથી મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ ઘટનામાં 21 વર્ષીય આશિષ અશ્વિન વસાવા અને તેમના પિતા અશ્વિન વસાવાનું મોત થયું છે. જ્યારે પરિવારની બે મહિલાઓનો બચાવ થયો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે.

સ્થાનિકોએ માંગ કરી છે કે તેમને ઘર બનાવી આપવામાં આવે અને સહાય કરે. ઘરના મુખ્ય સભ્યોનું જ મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. તેમના ઘરમાં હવે માત્ર એક મહિલા અને દાદી જ બચ્યાં છે. જેઓ કોઈ કામ કરી શકે તેવી સ્થિતીમાં નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch