Thu,23 September 2021,10:46 am
Print
header

WHO ચાલુ સપ્તાહે ભારત બાયોટેકની કોરોના વેક્સિન Covaxinને આપી શકે છે મંજૂરી

WHO ચાલુ સપ્તાહે ભારત બાયોટેકની કોરોના વેક્સિન Covaxinને મંજૂરી આપી શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કોવેક્સિન તરફથી હજુ સુધી ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ મળ્યું નથી.આ પહેલા ભારત બાયોટેકે સંગઠન પાસે જુલાઈ મહિનામાં તમામ જરૂરી દસ્તાવેજો અને ટ્રાયલ સાથે જોડાયેલા ડેટા ઉપલબ્ધ કરાવ્યા હતા.હવે WHO ચાલુ મહિને કોવેક્સિનને મંજૂરી આપી શકે છે.

કોવેક્સિનના ઈમરજન્સી યૂઝ માટે ટેક્નિકલ એક્સપર્ટ દ્વારા સમીક્ષા કરવામાં આવતી હતી. ડબલ્યુએચઓના દક્ષિણ-પૂર્વ એશિયાના ડિરેક્ટર ડો.પૂનમ ખેત્રપાલસિંહે જુલાઈમાં જણાવ્યું હતું કે, ટેકનોલોજી એક્સપર્ટ સમિતિ ડોઝિયરની સમીક્ષા કરી રહી છે. ફાઈઝર, એસ્ટ્રાજેનેકા, મોર્ડના, જોનસન એન્ડ જોનસન, સિનોવે તથા સિનોફોર્મને ડબલ્યુએચઓ દ્વારા ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગ આપવામાં આવ્યું છે.

કોવેક્સિને ડબલ્યુએચઓ પાસે ઈમરજન્સી યૂઝ લિસ્ટિંગની માંગ કરી હતી. આ મામલે ડબલ્યુએચઓ પહેલા જ કંપની સાથે બેઠક કરી ચુક્યું છે.સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 27,254 નવા કેસ નોંધાયા છે, 219 લોકોના મોત થયા છે. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 74 ટકા જેટલા કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch