Sat,13 June 2026,2:49 pm
Print
header

વિશ્વ પર ફરી મહામારીનો ખતરો: WHO દ્વારા ઈબોલાને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરાઈ

  • Published By
  • 2026-05-24 10:22:43
  • /

વોશિંગ્ટનઃ વિશ્વ પર ફરી એક ખતરનાક મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. આફ્રિકાના કેટલાક દેશોમાં ઈબોલા વાયરસના વધી રહેલા કેસોને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા આ ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સંપૂર્ણપણે એલર્ટ થઈ ગઈ છે.

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઈબોલાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા WHO એ આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો હેઠળ આને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે.

બીજી તરફ, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ભારતીય નાગરિકો માટે એક જરૂરી ટ્રાવેલ એડવાઈઝરી  જાહેર કરી છે. આ સાથે જ, આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ ઈબોલા વાયરસને લઈને કડક ચેતવણી જાહેર કરી છે.

આફ્રિકામાં ઈબોલાના પ્રકોપને જોતા ભારતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશના નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ નાગરિકોને સલાહ આપી છે કે તેઓ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની મુસાફરી કરવાનું સંપૂર્ણપણે ટાળે.

સરકારે જણાવ્યું છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થઈ જાય ત્યાં સુધી આ દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવી જ સમજદારીભર્યું છે. ભારત સરકારે એવી પણ સલાહ આપી છે કે જે લોકો આ દેશોમાં રહી રહ્યા છે અથવા ખૂબ જ અનિવાર્ય સંજોગોમાં ત્યાંની મુસાફરી કરી રહ્યા છે, તેઓ પણ તમામ હેલ્થ ગાઇડલાઇન્સનું પાલન કરે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch