Thu,21 May 2026,3:54 am
Print
header

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન, પીએમ મોદીએ પોસ્ટલ બેલેટ દ્વારા કર્યું મતદાન

  • Published By Panna Patel
  • 2026-04-26 09:13:23
  • /

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ચાલી રહ્યું છે. આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સેમિફાઇનલ ગણાતું મતદાન સવારે 7 વાગ્યે શરૂ થયું છે. રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનો, અમદાવાદ, સુરત અને રાજકોટ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો સહિત 9,262 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 25,537 ઉમેદવારો મેદાનમાં છે. આ ચૂંટણીઓના પરિણામો 28 એપ્રિલે જાહેર કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 25,537 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું, આ સાથે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના રાજ્યપાલો સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પીએમ મોદી પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી ચૂક્યા છે. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પાસે સૌથી વધુ 9,237 ઉમેદવારો છે, જ્યારે કોંગ્રેસના 8,443 ઉમેદવારો છે અને આમ આદમી પાર્ટી પાસે 5,261 ઉમેદવારો છે. 15 મ્યુનિસિપલ કોર્પોરેશનની 1044 બેઠકો, 84 નગરપાલિકાની 2412 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1038 બેઠકો અને 260 તાલુકા પંચાયતની 4976 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. 

43 મ્યુનિસિપલ કોર્પોરેશન બેઠકો, 385 મ્યુનિસિપલ કાઉન્સિલ બેઠકો, 52 જિલ્લા પંચાયત બેઠકો અને 252 તાલુકા પંચાયત બેઠકો પહેલાથી જ બિનહરીફ જીતી ચૂકી છે. જેમાંથી, ભાજપે 715 બેઠકો જીતી છે. આ પક્ષના ચૂંટણી ઇતિહાસમાં સૌથી વધુ આંકડો માનવામાં આવે છે. કારણ કે છેલ્લી સ્થાનિક ચૂંટણીઓમાં બિનહરીફ બેઠકોની સંખ્યા લગભગ 240 હતી. 12 કોંગ્રેસને અને 3 અપક્ષ ઉમેદવારોને મળી હતી.

ગુજરાત પોલીસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વ્યાપક સુરક્ષા તૈયારીઓ કરી છે. રાજ્યના 30,000 મતદાન મથકો અને 50,000 બૂથ પર શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે, 59,525 હોમગાર્ડ-જીઆરડી કર્મચારીઓ અને 41,383 પોલીસ કર્મચારીઓનો દળ તૈનાત કરવામાં આવ્યો છે.

16,371 બૂથ સંવેદનશીલ છે, જ્યારે 2196 બૂથ અત્યંત સંવેદનશીલ છે, જ્યાં પોલીસ અને વહીવટીતંત્ર નજર રાખી રહ્યું છે. પોલીસ પેટ્રોલિંગ અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch