Fri,28 March 2025,1:06 am
Print
header

અમદાવાદમાં વર્ક પરમિટ વિઝાના નામે છેતરપિંડી, 1.23 કરોડ રૂપિયા પડાવી લીધા

અમદાવાદઃ વિઝા આપતી કંપની સાથે વિઝાના નામે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એવું કહ્યું છે કે નોઇડાની એક કંપનીએ ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે તેમની સાથે છેતરપિંડી કરી છે..

વર્ક પરમીટ વિઝા અપાવવાના નામે કંપની પાસેથી 1.44 કરોડ રૂપિયા લીધા હતા. પરંતુ વિઝા ન મળતાં તેમને માત્ર 20.45 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યાં હતા અને હવે તેઓ બાકીના 1.23 કરોડ રૂપિયા પરત કરી રહ્યાં નથી. નોઈડાના વરુણ કુમાર, મહેક કુમારી અને પૂજા સિંહ વિરુદ્ધ 1.23 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો ?

અમદાવાદમાં રહેતા સુભાષ વિઝા કંપનીમાં ફ્રીલાન્સ કામ કરે છે. તેની બહેન આ કંપનીની માલિક છે. સુભાષ તેમને કામ અપાવે છે, નવેમ્બર 2023માં નોઈડાની મહેક કુમારીએ ઈમેલ દ્વારા આ કંપનીનો સંપર્ક કર્યો હતો. તેની સાથે વાત કર્યા બાદ બંને કંપનીઓ વચ્ચે ઓસ્ટ્રેલિયા માટે વર્ક પરમિટ વિઝા માટે કરાર કરવામાં આવ્યો હતો. 10 લોકો માટે ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા માટે 31.20 લાખ રૂપિયાની પ્રથમ ચુકવણી કરવામાં આવી હતી, જેમાં 5-6 મહિનામાં વિઝા થઈ જશે તેમ જણાવાયું હતું.

ઓફિસ બતાવીને વિશ્વાસ જીત્યો

1 ડિસેમ્બરે વરુણ કુમારે સુભાષ અને તેના સાથીદારોને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝાની ડીલ કરવા માટે નોઈડા બોલાવ્યાં હતા, તેમને તેમની ઓફિસ બતાવી અને કમિશનની વાત કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. સુભાષ તરફથી 19 લોકો માટે ન્યૂઝીલેન્ડ વર્ક પરમિટ વિઝા માટે ફાઇલ મૂકવામાં આવી અને તેના બદલામાં વરુણ કુમારને 1.13 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતા. વરુણ કુમાર વતી કહેવામાં આવ્યું હતું કે વિઝા 3 મહિનામાં આવશે. પછી કહેવામાં આવ્યું કે હવે ન્યૂઝીલેન્ડમાં નિયમો બદલાયા છે તેથી થોડો સમય લાગશે. આ પછી 6 મહિના વીતી ગયા પણ વિઝા ન આવ્યાં.

માત્ર 20.45 લાખ રૂપિયા પરત કર્યા

પૂજા સિંહ વરુણ વતી આ લોકો સાથે વાત કરતી હતી અને દર વખતે નવી તારીખ આપતી હતી. જ્યારે સુભાષ વતી દબાણ કરવામાં આવ્યું ત્યારે 8 લોકોની નકલી વર્ક પરમીટ મોકલવામાં આવી હતી જે ચેક કરવામાં આવતા આ નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી સુભાષે જ્યારે રિફંડ માંગ્યું તો ત્યાંથી માત્ર 20.45 લાખ રૂપિયા જ મોકલવામાં આવ્યાં. એક મહિના પછી પણ બાકીના પૈસા ન આવતા આખરે સુભાષે આ ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch