અમદાવાદઃ ઉત્તરાયણનો આ વખતનો તહેવાર એક પરિવાર માટે માતમનો તહેવાર બની ગયો છે, વિરમગામમાં બે સગા ભાઇઓના મોત થઇ ગયા છે, પતંગ લૂંટવા જતી વખતે આ દુર્ઘટના બની છે. વિરમગામની નૂરી સોસાયટીમાં બીજા માળના ધાબા પર પતંગ લૂંટવા જતા બંને ભાઇઓ વીજ વાયરની ઝપેટમાં આવી ગયા હતા અને કરંટ લાગતા તેમના મોત થઇ ગયા છે.
જાવિદ મીરઝાના બે પુત્રો મોહમ્મદ તુફેલ (17 વર્ષ) અને મુંઝમીર તુફેલ (18 વર્ષ) ધાબા પર હતા તે દરમિયાન આ દુર્ઘટના બની છે તેઓ પતંગ લૂંટવા જતા તેમનો હાથ નજીકથી પસાર થઇ રહેલા વીજ વાયરને અડી ગયો હતો અને તેમને કરંટ લાગ્યો હતો તેમના મોત થઇ ગયા છે તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, પોલીસે બંને માસૂમોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની વધુ તપાસ હાથ ધરી છે.
અમારી દરેક માતાપિતાને અપીલ છે કે પોતાના બાળકોને આવી રીતે એકલા ધાબા પર ન જવા દે અને ખાસ કરીને વીજ વાયરોથી દૂર રહો, આજે વિરમગામનો આ પરિવાર રડી રહ્યો છે. આવી બીજો કોઇ દુર્ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખજો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45