Fri,26 April 2024,5:11 am
Print
header

વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પાસે આટલી છે સંપત્તિ અને આટલા થયા છે પોલીસ કેસ- Gujarat Post

વિરમગામ જીતવા ભાજપે હાર્દિકને આપી છે ટિકિટ

હાર્દિક પટેલે એફિડેવિટમાં આપેલી માહિતી મુજબ તેની સામે પોલીસમાં કુલ 9 ગુનાઓ છે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે. ભાજપે આ વખતે વિરમગામ જીતવા હાર્દિક પટેલનો ટિકિટ આપી છે. હાર્દિકે વિરમગામમાં રેલી સાથે ફોર્મ ભર્યુ હતું. એફિડેવિટમાં જણાવવામાં આવેલી વિગતો મુજબ, તેણે વર્ષ 2021-22નું રિટર્ન ભર્યું છે, આ પહેલા કોઈ રિટર્ન ભર્યું નથી.વર્ષ 2021-22 દરમિયાન તેણે 4.90 લાખની વાર્ષિક આવક થઈ હતી, જ્યારે તેના પત્ની કિંજલ પટેલ પણ દરમિયાન 4.79 લાખ રૂપિયાની વાર્ષિક આવક દર્શાવી છે. હાર્દિક પાસે હાલ 88 હજાર રૂપિયા રોકડ અને પત્ની કિંજલ પાસે 24 હજાર રૂપિયા રોકડ છે. હાર્દિકના એક્સિસ બેંક એકાઉન્ટમાં 970 રૂપિયા છે જ્યારે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંકમાં 1100 રૂપિયા છે. તેના પત્નીના PNB એકાઉન્ટમાં 11,055 તથા મહેસાણા અર્બન કો.ઓ.બેંકમાં 47,354 રૂપિયા છે.

હાર્દિક પટેલ પાસે 4.68 લાખની કિંમતના 9 તોલા સોનાના દાગીના છે જ્યારે 1.50 લાખની કિંમતની 2.50 કિલો ચાંદી છે. કિંજલ પાસે 11.44 લાખની કિંમતનું 22 તોલા સોનું અને 1.08 લાખ રૂપિયાનું 1.8 કિલો ચાંદી છે. હાર્દિક પાસે 4.25 વિઘા ખેતીની જમીન છે. જેની બજાર કિંમત 38 લાખ રૂપિયા થાય છે. ઉપરાંત તેણે ચંદ્રનગર ગ્રુપ મંડળીમાંથી રૂ.2 લાખની લોન પણ લીધેલી છે.હાર્દિક પટેલે સોગંદનામા મુજબ અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જે 2013માં પૂરો થયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch