વિપુલ ચૌધરીએ અમેરિકાના ટેક્સાસમાં રૂ. 9 કરોડનો બંગલો ખરીદ્યો
પત્ની અને પુત્ર ફરાર હોવાથી લુક આઉટ નોટિસ જાહેર કરાશે
ચૌધરીના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યૂડિશીયલ કસ્ટડીમાં મોકલાયા
ગાંધીનગરઃ દૂધસાગર ડેરીના 800 કરોડ રૂપિયાના કૌભાંડમાં વિપુલ ચૌધરી અને તેમના સીએ શૈલેષ પરીખની પૂછપરછમાં અનેક શંકાસ્પદ આર્થિક વ્યવહારોને લગતી વિગતો બહાર આવી છે. આ અંગે એસીબીના અધિકારીએ જણાવ્યું કે તપાસ દરમિયાન એસીબીને કુલ 66 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યાં છેે.
વિપુલ ચૌધરીના 5, ગીતાબેન ચૌધરીના 10 અને પવન ચૌધરીના 6 બેંક એકાઉન્ટ મળીને પરિવારના સભ્યોના 21 બેંક એકાઉન્ટની માહિતી મળી છે. કંપનીઓના 45 જેટલા બેંક એકાઉન્ટ છે. તમામ બેંક એકાઉન્ટ અને તેની સાથે જોડાયેલા લોકરને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિપુલ ચૌધરીના દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરી સાથેના રૂપિયા 15 કરોડના નવા શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યાં છે.
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની 800 કરોડ રૂપિયાના કૌભાંડો મામલે ધરપકડ બાદ 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને અને તેમના ચાર્ટડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખને જ્યૂડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. બીજી તરફ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો મળી છે. કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો થયા હોવાનું ખુલ્યુ છે.
પવન ચૌધરીના નામે એમેરિકાના ટેક્સાસમાં 9 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં ફરાર તેમના પત્ની અને પુત્ર વિદેશ ભાગવાની ફિરાકમાં હોવાની શક્યતાને પગલે બંને વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરાશે.આ મામલે ઇડીને રિપોર્ટ કરવામાં આવ્યો છે.નાણાંકીય સેટલમેન્ટ માટે 31 જેટલી ડમી કંપનીઓ બનાવવામાં આવી હતી.જે પૈકી 4 કંપનીઓ અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવતા ચારે કંપનીના એડ્રેસ અને વિગતો બનાવટી હતા. ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવામાં પણ અનેક નાણાંકીય વ્યવહારો ચાર્ટડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખે છુપાવ્યાં હતા. તેમજ બનાવટી ઓડિટ રિપોર્ટ તૈયાર કરાયા હતા. હજુ વિદેશમાં ચૌધરીની કરોડો રૂપિયાની સંપત્તિ હોવાની શકયતા છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18
પોલીસ વિભાગમાં મોટા ફેરફારો...65 ડીવાયએસપીની બદલી, 8 આઇપીએસને અપાયું પોસ્ટિંગ | 2024-03-14 19:05:29