શ્રીનગરઃ પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK) ના રવાલાકોટમાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ગોળીબાર અને ત્યા રબાદ ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોને પગલે તણાવપૂર્ણ માહોલ છે. સ્થાનિક રહેવાસીઓ વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા ત્યારે પાકિસ્તાની સુરક્ષા દળોએ તેમના પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે રવાલાકોટમાં 9 લોકો માર્યા ગયા છે.
જોઈન્ટ અવામી એક્શન કમિટી (JAAC) એ દાવો કર્યો છે કે માત્ર રાવલાકોટમાં જ 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે કેટલાક અહેવાલો સૂચવે છે કે મૃત્યુઆંક વધુ હોય શકે છે.
JAAC દ્વારા શેર કરવામાં આવેલી હાથથી લખેલી યાદીમાં મૃતકોની ઓળખ આપવામાં આવી છે, જેમાં ઉસ્માન નઝીર, કાશિફ, મોહમ્મદ ઈબ્રાહિમ, અરસાલ અસગર, હનીફ મોહમ્મદ બશીર, વસીમ અફઝલ, બાસિત શાહ અને સાબિર ખાનનો સમાવેશ થાય છે.
આ હિંસા બાદ PoKના કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી.
ઉલ્લેખનીય છે કે જૂનની શરૂઆતથી જ અહીં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. તેમાં ધરણાં અને પ્રદર્શનોની સાથે સાથે જાહેર પરિવહન, દુકાનો અને અન્ય વ્યવસાયો બંધ રાખવાનો પણ સમાવેશ થાય છે.
વિરોધ પ્રદર્શનો શરૂ થયા ત્યારથી, પ્રદર્શનકારીઓ અને સ્થાનિક પોલીસ તથા અર્ધલશ્કરી દળો વચ્ચેની અથડામણોમાં સુરક્ષા દળોના કેટલાક જવાનો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
મેટાના CEO માર્ક ઝુકરબર્ગે માફી માંગી, PM મોદીનો વીડિયો હટાવી દેવાતાં થઈ હતી બબાલ | 2026-08-05 17:02:49
પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત, ઘણા લોકો ઘાયલ | 2026-08-03 09:58:31
અમેરિકાના એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર, 3 લોકોના મોત, બે ઘાયલ | 2026-08-02 08:56:50
પેરુમાં પ્રવાસી પ્લેન ક્રેશ, પાયલટ સહિત 13 લોકોનાં મોત, જમીન સાથે અથડાતાં જ વિમાન આગના ગોળામાં ફેરવાયું | 2026-08-02 08:44:56
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24