Wed,19 February 2025,9:21 pm
Print
header

રાજકોટમાં રૂપાણીએ ઉજવી ઉત્તરાયણ, શહેર-જિલ્લા પ્રમુખોની જાહેરાતને લઈ કહી મોટી વાત- Gujarat Post

ગુજરાતમાં ઉત્તરાયણની થઈ રહી છે ઉજવણી

ઠંડાગાર પવનો છતાં પતંગરસિયા સવારથી જ ધાબા પર ચઢ્યાં

આજે અને આવતીકાલે સારો પવન રહેશે

Rajkot News: રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રીએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. વિજય રુપાણીએ પરિવાર સાથે  ઉત્તરાયણ મનાવી હતી. ભાજપના જિલ્લાના પ્રમુખોની એકથી બે દિવસમાં જાહેરાત થશે તેમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું.

ગુજરાતમાં આજે વહેલી સવારથી સૂસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશા બદલાતા હવામાનમાં પલટો પણ આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે ગુજરાતમાં ઠંડીના ચમકારામાં ફરી વધારો થયો છે. જેના પગલે છેલ્લા 24 કલાકમાં અનેક શહેરોના સરેરાશ લઘુતમ તાપમાનમાં 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લોકો ઠુંઠવાયા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે. જોકે ત્યાર પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ફરી વધારો થશે તેવી પણ આગાહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch