Sat,20 April 2024,5:37 pm
Print
header

કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડા વિધાનસભા ગૃહમાં અધ્યક્ષના સ્થાને બેસ્યા- Gujarat Post

ફાઇલ ફોટો

સી.જે.ચાવડાએ ભાજપ સરકારને લીધી આડે હાથ

ભાજપ સરકારે ચેકડેમ અને બોરિબંધ જ બનાવ્યાં છે, નવા ડેમ નથી બનાવ્યાં

નવો ડેમ બન્યો હોય તો મને બતાવો, હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ- ચાવડા

ગાંધીનગરઃ ધૂળેટીની રજા બાદ આજથી ફરી વિધાનસભા સત્ર શરૂ થયું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા ગૃહમાં અધ્યક્ષના સ્થાને બેસ્યા હતા. વિપક્ષના સભ્ય અધ્યક્ષના સ્થાને બેસ્યા હોય તેવું ઓછું જોવા મળતું હોય છે. અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ સ્થાન સી જે ચાવડાને સોંપવામાં આવ્યું હતું.

આ પહેલા સી.જે.ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ચાવડાએ ભાજપ સરકારને પડકાર આપતાં કહ્યું, ગુજરાતમાં એકપણ નવો ડેમ ભાજપ સરકારે નથી બનાવ્યો. નવો ડેમ બન્યો હોય તો મને બતાવો, હું કોંગ્રેસ છોડીને ભાજપમાં બેસી જઈશ. ભાજપ સરકારે ચેકડેમ અને બોરિબંધ જ બનાવ્યાં છે, ગુજરાતની એક પણ નદી ઉપર નવો ડેમ બન્યો નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch