Thu,18 April 2024,7:38 am
Print
header

લતા મંગેશકરની તબિયત ફરી લથડી, રાજ ઠાકરે પહોંચ્યા બ્રિચકેન્ડી હોસ્પિટલ- Gujarat post

કોરોના અને ન્યુમોનિયાની સારવાર માટે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે 

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ લતા મંગેશકરની દેખરેખ કરી રહી છે.

મુંબઈઃ ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. તેમની સારવાર કરી રહેલા ડૉક્ટરે કહ્યું કે લતાજીની તબિયત (Health) ફરીથી ખરાબ થઈ છે, તેમને ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યાં છે તેઓ ICUમાં ડૉક્ટરની દેખરેખ હેઠળ છે કોરોના અને ન્યુમોનિયાની સારવાર માટે તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે.લતા મંગેશકરની હાલત ક્રિટિકલ હોવાના સમાચાર મળતાં જ ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ના પ્રમુખ રાજ ઠાકરે લતાદીદીની ખબર પૂછવા માટે બ્રિચકેન્ડી હોસ્પિટલ પહોંચ્યાં હતા

ગાયિકા લતા મંગેશકર છેલ્લા 20 દિવસથી હોસ્પિટલમાં છે. કોવિડ 19 પોઝિટિવ અને ન્યુમોનિયા બંને એક સાથે થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમને સાવચેતીના પગલા તરીકે ICUમાં રાખવામાં આવ્યાં છે, જ્યાં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે 

92 વર્ષીય ગાયિકા કોરોનાથી સંક્રમિત થયા બાદ 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. બ્રીચ કેન્ડી હોસ્પિટલના શ્રેષ્ઠ ડોકટરોની ટીમ લતા મંગેશકરની સારવાર કરી રહી છે, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch