વેનેઝુએલા: માદુરોની ધરપકડ બાદ, વેનેઝુએલામાં નવા કાર્યકારી રાષ્ટ્રપતિની નિમણૂંક કરવામાં આવી છે. વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. ડેલ્સી રોડ્રિગ્ઝને વેનેઝુએલાના નવા કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે. ડેલ્સી રોડ્રિગ્ઝ હાલમાં વેનેઝુએલાના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યાં હતા.
ડેલ્સી રોડ્રિગ્ઝને આ જવાબદારી શા માટે સોંપવામાં આવી ?
રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને બંધક બનાવ્યાં પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમેરિકાએ અચાનક વેનેઝુએલા પર હુમલો કર્યા પછી આ પરિસ્થિતિ ઊભી થઈ. માદુરોની ગેરહાજરી વેનેઝુએલાને અસ્થિર બનાવી શકી હોત. ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને નવા વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે શનિવારે વહેલી સવારે યુએસ દળો દ્વારા હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં માદુરોની ધરપકડ કરવામાં આવી હતી.
ડેલ્સી રોડ્રિગ્ઝ કોણ છે ?
ડેલ્સી રોડ્રિગ્ઝ મૂળ વેનેઝુએલાના કારાકાસના છે. તેમનો જન્મ 18 મે, 1969ના રોજ કારાકાસમાં થયો હતો. તેના પિતા, જોર્જ એન્ટોનિયો રોડ્રિગ્ઝ, ડાબેરી ગેરિલા ફાઇટર હતા. જોર્જે 1970ના દાયકામાં ક્રાંતિકારી લેગા સોશિયાલિસ્ટા પાર્ટીની રચના કરી હતી.
માદુરો પોતે ડેલ્સીની પ્રતિભાથી પ્રભાવિત થયા છે. માદુરોએ એક વખત તો તેમને સિંહણ પણ કહી હતી. ડેલ્સીએ સરકારમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે.
ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકાને માદુરોને મુક્ત કરવા વિનંતી કરી હતી
વેનેઝુએલાની ભયાનક પરિસ્થિતિ બાદ, ડેલ્સી રોડ્રિગ્ઝે એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સને માદુરોને મુક્ત કરવા હાકલ કરી. રોડ્રિગ્ઝે અમેરિકા પાસેથી માદુરોને મુક્ત કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે તેમનો દેશ ક્યારેય કોઈની વસાહત નહીં બને. વેનેઝુએલા તેમના કુદરતી સંસાધનોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ડેલ્સી રોડ્રિગ્ઝે પણ યુએસ કાર્યવાહી પ્રત્યે ઊંડી નારાજગી વ્યક્ત કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ઝિમ્બાબ્વેમાં 95 લોકોને લઈ જતી હોડી પલટી, 15 લોકોનાં મોતની આશંકા, 20 થી વધુ ગુમ | 2026-08-12 06:54:57
કોલંબિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો, 130 લોકોનાં મોત, 570 થી વધુ ઘાયલ | 2026-08-11 08:55:25
ભારતના વિદ્યાર્થીએ અમેરિકન ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને કરી હત્યા, જર્મનીમાં ધરપકડ | 2026-08-10 14:21:32
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20