Mon,09 December 2024,11:52 am
Print
header

Breaking News: વાવમાં કમળ ખિલ્યું, ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત

બનાસકાંઠાઃ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં બાજી પલટી ગઇ છે, શરૂઆતની મત ગણતરીમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મોટા માર્જીનથી આગળ હતા, જો કે છેલ્લા રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીત થઇ છે, તેઓ 2442 મતોથી બેઠક જીતી ગયા છે.

વાવ બેઠક ગેનીબેન ઠાકોરના સાંસદ બન્યાં પછી ખાલી પડી હતી અને અહી પેટાચૂંટણી થઇ હતી, ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ સહિત 10 ઉમેદવારો ચૂંટણીમાં ઉભા હતા.

સ્વરૂપજી ઠાકોર: 92176 મત

ગુલાબસિંહ રાજપુત: 89734 મત

માવજી પટેલ: 27195 મત

શરૂઆતની મતગણતરીમાં લાગી રહ્યું હતુ કે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત બાજી મારશે, જો કે અંતિમ રાઉન્ડમાં કોંગ્રેસને ભાજપના સ્વરૂપજી ઠાકોરે બાજી મારી લીધી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch