Fri,19 April 2024,4:02 am
Print
header

વરુણ ધવન - નીતૂ કપૂરને થયો કોરોના, ફિલ્મનું શૂટિંગ અટકાવીને મોકલાયા સારવાર માટે

મુંબઈઃ કોરોનાની ઝપેટમાં બોલિવુડના બે વધુ બે સ્ટાર આવ્યા છે. આ વખતે વરૂણ ધવન અને નીતૂ કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને ફિલ્મ જુગ જુગ જિયોનું શૂટિંગ કરી રહ્યાં હતા. થોડા સમય પહેલા જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરાયું હતું. બંને એક્ટર કોરોનાગ્રસ્ત થતાં હાલ શૂટિંગ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના બાકી કલાકારોના ટેસ્ટની વાત કરીએ તો અનિલ કપૂર અને કિયાર અડવાણીનો પણ કોરોના ટેસ્ટ થયો હતો. બંને કલાકારોનો રિપોર્ટ્સ નેગેટિવ આવ્યો છે.

ઋષિ કપૂરના નિધન બાદ નીતૂ કપૂર પ્રથમ વખત ફિલ્મમાં કામ કરી રહી હતી. અનિલ કપૂર અને અનુપમ ખેર જેવા એકટર્સે તેનું સ્વાગત કર્યુ હતું.પરંતુ કોરોનાને કારણે તેની વાપસીમાં વિલંબ થઈ શકે છે.

શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,594 નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.ઉપરાંત કોવિડ-19 (COVID-19)ને કારણે 540 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યાં છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 95,71,559 થઈ ગઈ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch