Thu,25 April 2024,2:32 am
Print
header

સુરતઃ વરાછાનો વેપારી બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર, રૂ. 2.54 લાખની મત્તા લઈને થઈ ગઈ છૂમંતર– Gujarat Post

લગ્નના 13 દિવસમાં લૂંટેરી દુલ્હને પોત પ્રકાશ્યું

વતનમાં પગ ભરવાની વિધિ કરવા જવાનું છે તેમ કહીને ફરાર થઇ ગઇ 

સુરતઃ વરાછાના ત્રિકમનગરમાં રહેતા અને  કરિયાણાનો વેપાર કરનાર શખ્સ લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. મહારાષ્ટ્રના ભીવંડી ખાતે રહેતી યુવતી સાથે દલાલોએ લગ્ન કરાવ્યાં હતા, બાદમાં પ્લાનિંગ મુજબ લગ્ન કરીને રોકડા 2.34 લાખ રૂપિયા અને દાગીના મળીને કુલ 2.54 લાખની મત્તા લઈને ફરાર થઇ ગઇ છે. વિધિમાં જવાનું છે તેમ કહીને તે છેતરપિંડી કરીને ફરાર થઇ ગઇ છે. વેપારીએ તપાસ કરતાં ફોન અને ઘર બંને બંધ હાલતમાં મળતાં તેણે યુવતીના માતા-પિતા અને બે દલાલો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વરાછાના ત્રિકમનગરની પરમહંસ સોસાયટીમાં રહેતા ગૌતમ કિશોરભાઈ ધનેશા (ઉ.વ.30)એ પોલીસ ફરિયાદમાં લખાવ્યાં મુજબ, સોની ઉર્ફે રોહિણી ઉર્ફે નયના ગુરુરાજ શિંદે, સંગીતા ગુરુરાજ શિંદે, ગુરુરાજ શિંદે, પૂનમ, રસિક રામાણી, દિનેશ આહીરે ભેગા મળીને તેને શિકાર બનાવ્યો હતો. ગૌતમ કુંવારો હોવાથી દિનેશ આહીર અને રસિક રામાણીએ અમે તારા લગ્ન કરાવી આપીશું તેમ કહીં સોની ઉર્ફે રોહિણી સાથે સંપર્ક કરાવ્યો હતો. લગ્નના 13 જ દિવસમાં સોનીએ પોત પ્રકાશ્યું અને ઘરમાંથી રોકડા, ઘરેણા લઈને ભાગી ગઈ હતી.

ગૌતંમ જ્યારે ફોન કરતો ત્યારે બંધ આવતો હોવાથી તે ભીવંડી ગયો. જ્યાં તેનું ઘર બંધ હતું અને તેના માતા-પિતા પણ ગાયબ હતા. જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતાં તેણે સોની, તેના માતા-પિતા અને બે દલાલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch