Thu,18 April 2024,9:11 am
Print
header

નફ્ફટાઇની હદ વટાવી દીધી.. પ્રેમનો ઈન્કાર કરતાં એક સંતાનના પિતાએ તરૂણી સામે પેન્ટ ઉતારી નાંખ્યું અને..

(પ્રતીકાત્મક તસવીર)

વલસાડઃ અહીંના એક ગામમાં રહેતી 17 વર્ષીય સગીરાને સ્કૂલેથી ઘરે જતી વખતે મૂળી ગામના વિકૃત મગજના એક પરણીત શખ્સે પીછો કરીને રસ્તા વચ્ચે અટકાવી પ્રેમસંબંધ રાખવાની માંગ કરી હતી.જો કે સગીરાએ ના પાડતાં યુવકે પેન્ટ ઉતારીને છેડતી કરી હતી.ઘટના બાદ ગભરાઈ ગયેલી સગીરાએ ઘરે જઈને પરિવારજનોને આ વાત કરી હતી.જે બાદ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

અટગામ પોકેટમાં રહેતી સગીરા ધો.12માં અભ્યાસ કરે છે. વલસાડના મૂળી ગામના મહેતા ફળિયામાં રહેતો અશ્વિન મુકેશ હળપતિ (ઉ.વ.29) પરણીત છે અને એક સંતાનનો પિતા છે. તેમ છતાં તરૂણીના સ્કૂલે જવાના અને છૂટવાના સમયે પીછો કરતો હતો, એકાંતવાળા રસ્તા પર રોકીને તેની સાથે બોલવા તથા પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો.સગીરાએ તેની સાથે કોઈ સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

સગીરા સ્કૂલેથી છૂટીને ઘરે જતી હતી ત્યારે અચાનક અશ્વિને તેને રોકીને તું મારી સાથે બોલવાની કેમ ના પાડે છે તેમ પૂછ્યું હતું. જેથી તેણે તું શું કામ હેરાન કરે છે તેમ કહ્યું હતું. જે બાદ યુવકે પેન્ટ ઉતારીને ગુપ્તાંગ બતાવ્યું હતું. જેથી ગભરાઈ ગયેલી સગીરા ત્યાંથી ભાગી ગઈ હતી.આ હરકત બાદ પણ આરોપીએ મોપેડ બેસીને તેનો પીછો કરીને છેડતી કરી હતી. ગભરાઈ ગયેલી તરૂણીએ ઘરે પહોંચીને માતા-પિતા તથા કાકાને ઘટનાની જાણ કરતા સગીરાના પિતાએ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch