Wed,15 July 2026,12:10 am
Print
header

ACB ટ્રેપઃ વલસાડમાં નશાબંધી અને આબકારી કચેરીના એક બાબુ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

  • Published By Mahesh patel
  • 2026-07-07 17:19:19
  • /

વલસાડઃ એસીબીએ ટ્રેપ કરીને વધુ એક સરકારી કર્મચારીને ઝડપી લીધા છે. જે.આર.ગામીત, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી પોલીસ સ્ટેશને ડીકોયર કરી છે.

અનિલ રણછોડભાઇ કાનાણી, ઉ.વ 34, હોદ્દો- જુનિયર ક્લાર્ક, વર્ગ-3, નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી, વલસાડને 10 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે.

ગુનાનું સ્થળ: વલસાડમાં આશિષ બિલ્ડીંગમા આવેલ ત્રીજા માળે નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીની ગેલેરીમાં

આધારભૂત માહિતી મળેલી કે, નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારી- કર્મચારીઓ લીકર પરમીટ કાઢી આપવાના અવેજ પેટે રૂપિયા 5 હજારથી 10 હજારની લાંચ લે છે. જે હકિકતની ખરાઇ કરવા લાંચના ડિકોય છટકાનું આયોજન કરેલ. જે લાંચના ડિકોય વખતે સહકાર આપનારનો સહકાર મેળવી, લીકર પરમીટ કાઢવા માટે સહકાર આપનારે અરજી કરેલી. આ લીકર પરમીટ કાઢી આપવાના અવેજ પેટે આરોપીએ સહકાર આપનાર સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.10 હજારની માંગ કરી હતી. જે લાંચની રકમ લેતા આરોપી ઝડપાઇ ગયા છે.

ડીકોય કરનાર અધિકારી: જે.આર.ગામીત, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટેશન, તથા એ.સી.બી. ટીમ 

સુપર વિઝન અધિકારી: આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ

ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ, IPS, નાયબ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, વડોદરા 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch