Sun,08 September 2024,11:13 am
Print
header

વલસાડમાં 3 વર્ષની બાળકી સાથે નિર્દયતા બાદ વાહનોમાં આગ ચાંપી, ટોળાએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું

વલસાડઃ ઉમરગાંવમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. ઉમરગામના વોર્ડ નંબર સાતના દેવધામ વિસ્તારમાં રહેતી  પરિવારની ત્રણ વર્ષની બાળકી સાથે વિધર્મી ગુલામ મુસ્તફાએ દુષ્કર્મ આચર્યું હતું. ગુલામ બાળકીના પિતા સાથે જ કામ કરતો હતો અને તેણે તકનો લાભ લઇને બાળકી સાથે બળજબરી કરી હતી. ગુલામ મુસ્તફાની ધરપકડની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે આરોપીની મહારાષ્ટ્રના પાલઘરથી ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ટોળાએ વાહનોમાં તોડફોડ કરીને આગ ચાંપી હતી

આ ઘટના બાદ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે. ઉમરગાંવમાં ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે અને તોડફોડ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પોલીસની સંખ્યા વધારી દેવામાં આવી છે. હાલ સ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે.

આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે

વલસાડ પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યાં હતા. લોકોનું કહેવું છે કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ. એસપીએ ભીડને કહ્યું કે ગૃહમંત્રીએ કહ્યું છે કે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે, આરોપીને ફાંસીની સજા અથવા આજીવન કેદની સજા આપવામાં આવશે.

બાળકી પરની ક્રૂરતાની માહિતી મળતાં જ રાત્રે જ મોટી ભીડએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને ન્યાયની માંગ કરી હતી. ટોળાએ ઘણા વાહનોમાં તોડફોડ કરી હતી અને કેટલાકને આગ પણ લગાવી હતી. ટોળાએ પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch