Sat,20 April 2024,4:12 pm
Print
header

નો રીપીટ થિયરી બીજા માટે હશે મારા માટે નથી: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ

વડોદરાઃ ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી ભૂપેન્દ્ર પટેલ સરકાર બનતાં રાજકારણ ગરમાયું છે. ભાજપે નો-રિપીટની થીયરી હેઠળ દિગ્ગજ કહી શકાય તેવા તમામ નેતાઓનું મંત્રી મંડળમાંથી પત્તુ કાપીને નવા ચહેરોઓને કેબિનેટમાં સ્થાન આપ્યું છે.

ગઈકાલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલે આગામી વિધાનસભાની ચૂંટણી મહેસાણાથી લડવાની જાહેરાત કરી હતી. હવે ભાજપના વધુ એક ધારાસભ્યએ પણ ફરીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. વાધોડિયા ના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ચૂંટણી લડવાને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે હુંકાર કરતાં જણાવ્યું કે હું વાધોડીયાથી જ ચૂંટણી લડવાનો છું. અને જીત પણ મારી જ થશે. નો રીપીટ થિયરી બીજા માટે હશે મધુ શ્રીવાસ્તવ માટે નહીં. છ વખતથી ધારાસભ્ય છું, સાતમી વખત પણ હું ચૂંટણી લડીશ. હજુ તો હું યુવાન છું અને 25 વર્ષની ઉંમર જેટલી મારી ઉંમર છે. હું 25 હજાર વોટથી જીત મેળવીશ, મને કોઈ નહીં હટાવી શકે કે હરાવી શકે.

નીતિન પટેલે કહ્યું હતુ કે હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશ.તેમણે જણાવ્યું હતું કે, હું વર્ષોથી રાજનીતિમાં સક્રિય છું. લોકો હોદ્દાને માન આપે છે, પણ આ લોકચાહના મારી વર્ષોની મહેનત છે. મેં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે, હું 20 વર્ષ મંત્રી રહ્યો છું, વિધાનસભામાં પણ સક્રિય રહ્યો.તેમણે કહ્યું હતું કે, ચૂંટણી લડવી એ નક્કી મારે કરવાનું છે. ટિકીટ આપવી કે મંત્રી બનાવવાનું કામ પક્ષે નક્કી કરવાનું છે. 2022ની ચૂંટણી હું મહેસાણાથી લડીશ. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch