Sat,17 October 2026,4:59 am
Print
header

વડોદરામાં ગણેશ વિસર્જન વખતે પદાધિકારીઓની ગાડી રોકાઇ, DCP મંજીતા વણઝારા અને ભાજપ નેતાઓ વચ્ચે બોલાચાલી

  • Published By
  • 2026-09-26 18:34:47
  • /

વડોદરા: શહેરમાં નવલખી મેદાન ખાતે આયોજિત ગણેશ વિસર્જન દરમિયાન મનપાના પદાધિકારીઓની ગાડીઓ અટકાવાતાં પોલીસ અને શાસક પક્ષ વચ્ચે સ્ટેજ પર જ જોરદાર ઘર્ષણ સર્જાયું હતું. ઝોન-2 ના DCP મંજીતા વણઝારા અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે થયેલી તીખી તૂતૂ-મૈંમૈંનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ભારે ચર્ચા જાગી છે. વાઇરલ વીડિયોમાં મહિલા પોલીસ અધિકારી નેતાઓને સંભળાવતાં દેખાય છે કે, મેયર મેડમને આવવા દીધા છે, PI તમને નથી ઓળખતો. પ્રજા સામે આવી રીતે રાઈનો પર્વત ન કરાય.

બનાવની વિગતો મુજબ, વિસર્જન સ્થળે નિરીક્ષણ કરવા મેયર ગીતાબેન મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ અને શાસક પક્ષના દંડક પહોંચ્યાં હતા. જોકે, પદાધિકારીઓ ખાનગી વાહનોમાં હોવાથી સોલાર બ્રિજ પાસે ફરજ પર તહેનાત PI એ ગાડીઓ અટકાવી દીધી હતી. પંડાલમાં અગાઉથી હાજર ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે PI સાથે ટેલિફોનિક વાતચીત કરતાં PI એ જણાવ્યું હતું કે, "અમને ઉપરથી આદેશ છે, DCP કહેશે તો જ વાહનો અંદર જવા દઈશું.

આ મામલે ડેપ્યુટી મેયરે તરત જ DCP મંજીતા વણઝારાને સંપર્ક કર્યો હતો અને DCP એ ગાડીઓને પ્રવેશ આપવાની સૂચના આપી હતી. પરંતુ ત્યાં સુધીમાં મામલો બિચક્યો હતો.

ગાડી રોકાઈ જતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ કારમાંથી ઊતરીને પગપાળા સ્ટેજ તરફ રવાના થયા હતા. તેમને પગમાં દુખાવો હોવાથી ચાલવામાં તકલીફ વેઠવી પડી હતી. આ રોષ સાથે તેઓ જ્યારે સ્ટેજ પર પહોંચ્યાં ત્યારે શહેર ભાજપ પ્રમુખ, મેયર સહિતના અગ્રણીઓની હાજરીમાં જ ડીસીપી સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી.

વિવાદ વકરતાં DCP મંજીતા વણઝારાએ જણાવ્યું કે, "અમે સવારથી બંદોબસ્તમાં હતા. PI ઓળખતા ન હોવાથી ગાડી રોકાઈ હતી, પરંતુ મને જાણ થતાં જ વાહનો જવા દેવાયા હતા. પોલીસ અને પાલિકા ખભે-ખભા મિલાવીને કામ કરી રહ્યાં છે, કોઈ અણબનાવ નથી." બીજી તરફ ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે ખુલાસો કર્યો હતો કે ચેરમેનને ચાલવું પડતાં થયેલી પીડા બાબતે માત્ર રજૂઆત થઈ રહી હતી, કોઈ ગંભીર વિવાદ નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch