Fri,28 March 2025,2:10 am
Print
header

વડોદરાઃ ડોક્ટરને ચોરીની લત લાગી અને ક્લિનિક બંધ કરીને બનાવી ગેંગ, અત્યાર સુધીમાં 140 કારની કરી ચોરી

વડોદરાઃ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ કાર ચોરની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં એક ડોક્ટર પણ સામેલ છે. ત્રણેય સામે અત્યાર સુધીમાં અનેક ફરિયાદ નોંધાઈ છે. તેમની ધરપકડ થાય ત્યાં સુધી ત્રણેય વડોદરાના પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હતા.

સૌથી પહેલા કારેલીબાગ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં શાતિર ચોરો સામે કાર ચોરીની ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. આવી સ્થિતિમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તેની તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ ચોરીની ઈકો કાર લઈને વડોદરા આવ્યો હતો.  પોલીસે જાળ બિછાવીને આ વ્યક્તિને પકડી લીધો હતો. પકડાયેલા આરોપીએ પોતાનું નામ હરેશ માણીયા હોવાનું જણાવ્યું હતું.

140 થી વધુ કાર ચોરીની ફરિયાદો

હરેશની વધુ પૂછપરછ દરમિયાન તેના બે સાથીદારો પણ વડોદરા આવ્યાં હોવાનું બહાર આવ્યું હતું. આવી બાતમી મળતાં પોલીસે અરવિંદ મણિયા અને તાહેર અનવર હુસૈનને પકડી પાડ્યાં હતા. પોલીસને ખબર પડી કે હરેશ અને અરવિંદ સગા ભાઈ છે. તે વાહનોની ચોરી કરીને રાજકોટ મોકલતા હતા. અહીં વાહનોના તમામ સ્પેરપાર્ટ અલગ કરી તમામ પાર્ટ્સ અલગ-અલગ વેચવામાં આવતા હતા. 

પકડાયેલા ચોરોમાં ડોક્ટર પણ સામેલ

આશ્ચર્યની વાત એ છે કે હરેશ પાસે બેચલર ઓફ ઈસ્ટર્ન મેડિસિન એન્ડ સર્જરી (BEMS)ની ડિગ્રી છે અને એક સમયે તેની પોતાની મેડિકલ પ્રેક્ટિસ પણ હતી. પરંતુ તેને કાર ચોરીની એટલી લત લાગી ગઈ કે તેણે તેના ક્લિનિકને તાળું મારી દીધું અને આ ધંધામાં આગળ વધ્યો. હાલ પોલીસે આરોપી પાસેથી ઈકો અને બ્રેઝા કાર કબ્જે કરી છે. હાલ ત્રણેયના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch