વડોદરાઃ પોલીસે સાવલી પાસેના ઝૂંપડામાં ચાલતા ડ્રગ્સના વેપારનો પર્દાફાશ કર્યો છે. દરોડા પાડીને રૂ.3.40 કરોડની કિંમતના સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે અને બે લોકોની ધરપકડ કરી છે. વડોદરા જિલ્લા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ સાવલીના મોક્સી ગામની સીમમાં દરોડા પાડીને રૂ. 3.40 કરોડની કિંમતની દવાઓ અને તેને તૈયાર કરવા માટે વપરાતો કાચો માલ જપ્ત કર્યો છે.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય ત્રણને ફરાર જાહેર કર્યા છે. સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં ખેતરમાં દવાની ફેક્ટરીની આડમાં ગોરખધંધા ચાલત હોવાની બાતમી મળતાં એસઓજીની ટીમે દરોડા પાડ્યાં હતા. પોલીસે દરોડામાં બે ડ્રગ્સ સ્મગલરની ધરપકડ કરી છે, જેમાં મોકસીના રહેવાસી જગદીશ જીતસિંગ મહિડા અને મૂળ બિહારના પ્રેમચંદકુમાર હરિનારાયણ મહતાને ઝડપી લેવામાં આવ્યાં છે.
ખેતરમાં બનાવેલા આ શેડમાં સિન્થેટીક દવાઓ બનાવવામાં આવતી હતી. પોલીસે 3.40 કરોડની કિંમતનો 3.3 કિલો ફિનિશ્ડ ડ્રગ્સ મેફેડ્રોન જપ્ત કર્યો છે. જેમાં 1.73 કરોડની કિંમતનો ડ્રગ્સ બનાવવામાં વપરાતો કાચો માલ પણ છે. આરોપી જગદીશ જીતસિંહ મહિડા 10 વર્ષ પહેલા ગાંધીનગરમાં ડ્રગ્સ બનાવતો પકડાયો હતો.
હાલમાં વધુ 3 આરોપીઓને પકડવાના બાકી છે જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં અગાઉ પણ બે-ત્રણ વખત ડ્રગ્સનો વેપાર પકડાયો છે. અહીં આજુબાજુ ઘણી કેમિકલ ફેક્ટરીઓ છે જેમાંથી કાચો માલ સરળતાથી મળી રહે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
વડોદરા કોંગ્રેસમાં બળવો: ટિકિટ કપાતા કારગિલના યોદ્ધા ધર્મેન્દ્રસિંહ રાજપૂતનું રાજીનામું | 2026-04-16 16:58:32
ડભોઈમાં ભાજપ- કોંગ્રેસ સામ સામે, ધારાસભ્ય શૈલેષ સોટાને કાર્યકરોએ ધક્કે ચડાવ્યાં | 2026-04-15 18:25:22
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13