Tue,16 April 2024,9:41 pm
Print
header

સી.આર.પાટીલને ગેસના બાટલાના ભાવ મામલે સવાલ કરનાર વૃદ્ધનું માઇક છીનવી લેવાયું- Gujarat Post

(ફાઇલ તસવીર)

  • વડોદરાથી ભાજપે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની કરી શરૂઆત
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં કાર્યક્રમની શરૂઆત
  • ગેસના બાટલાના ભાવને લઈ સવાલ કરતાં નાગરિક પાસેથી માઈક લઈ લેવામાં આવ્યું

વડોદરાઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ શરૂ કરાયો છે. વડોદરાથી આ કાર્યક્રમની ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં એક વૃદ્ધ નાગરિકે પાટીલને સવાલ કર્યો કે, ગેસના બાટલાનો ભાવ એક હજાર રૂપિયા કેમ ? પ્રજાનું નહીં વિચારવાનું. આટલું બોલતાં જ તેમની પાસેથી માઇક છીનવી લેવામાં આવ્યું હતું.

બીજી બાજુ જનતાના સવાલોને જવાબ ન આપી શકનારા પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભરતસિંહનું ચસકી ગયું છે તેમને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાવીને ઇલાજ કરાવો.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ રામ મંદિરને લઇન વિવાદિત ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે, ભાજપના નેતાઓ હવે તેમને હિન્દુ વિરોધી ગણાવી રહ્યાં છે. કોંગ્રેસ છોડનાર હાર્દિક પટેલે પણ ભરતસિંહની ઝાટકણી કાઢી નાખી હતી અને આ લોકો હિન્દુ વિરોધી હોવાનું કહ્યું હતુ.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ભરતસિંહ સોલંકીના નિવેદનને વખોડી કાઢ્યું છે. આ મામલે હવે રાજનીતિ તેજ બની રહી છે. વિધાનસભા ચૂંટણી પહેલા રામને લઇને ભાજપ-કોંગ્રેસ આમને સામને છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch