Wed,16 September 2026,2:35 pm
Print
header

વાઘોડિયાઃ પ્રેમિકાની ઘાતકી હત્યા બાદ મૃતદેહને સળગાવીને ફરાર થયેલો આરોપી ઝડપાયો

  • Published By
  • 2026-08-29 17:51:24
  • /
  • ધારિયાના ઘા ઝીંકી પ્રેમિકાને પતાવી દીધી હતી
  • વાડીની ઓરડીમાંથી અર્ધબળેલી હાલતમાં લાશ મળી હતી

વડોદરા: વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે ખેતરની અવાવરું ઓરડીમાંથી અર્ધસળગેલી હાલતમાં મળી આવેલી મહિલાની લાશના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પ્રેમસંબંધમાં થયેલા ઝઘડા બાદ ધારિયાના ઘા ઝીંકી મહિલાની હત્યા કરનાર આરોપી પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.

ગત 26 ઓગસ્ટના રોજ ગુતાલ ગામની સીમમાં આવેલી ઓરડીમાંથી અર્ધબળેલી લાશ મળતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતકની ઓળખ સાવલી નિવાસી લક્ષ્મી રોહિત તરીકે થઈ હતી. લક્ષ્મી અને સાવલીનો વિષ્ણુ મકવાણા મંજૂસરની એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા, જ્યાં છેલ્લા દોઢ મહિનાથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. 25 ઓગસ્ટે વિષ્ણુ સાથે બાઇક પર આવેલી લક્ષ્મી સાથે અવાવરું જગ્યાએ કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા વિષ્ણુએ ધારિયાના ઉપરાછાપરી ઘા ઝીંકી લક્ષ્મીનું સ્થળ પર જ ઢીમ ઢાળી દીધું હતું.

હત્યા બાદ પાપ છુપાવવા વિષ્ણુએ મૃતદેહને ઓરડીમાં ઘાસ નીચે છુપાવી જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ ભટકાવવા માટે તેણે બાઇક અને મોબાઇલ પણ ચોરી કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીને આધારે ઝડપાયેલા આરોપી વિષ્ણુ મકવાણા સામે અગાઉ અલગ-અલગ પોલીસ મથકોમાં 12 જેટલા ગુના નોંધાયેલા છે.

પોલીસે આરોપી વિષ્ણુની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન બીજા કેટલાક પણ ખુલાસ થઈ શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch