Sun,25 July 2021,5:14 pm
Print
header

વડોદરાની ટ્રાન્સજેન્ડરને ગે લોકોની સાઇટ પરથી સુરતના યુવકનો થયો સંપર્ક, મળવા બોલાવી પછી..

(પ્રતિકાત્મક તસવીર)

સુરતઃ કોરોના મહામારીને કારણે નાંખવામાં આવેલા લોકડાઉનની અસર તમામ લોકોને થઈ છે. દરમિયાન આર્થિક મંદીમાં સપડાયેલા વડોદરાના એક ટ્રાન્સજેન્ડરને ગે લોકોની ચેટિંગ સાઇટ પર સંપર્કમાં આવેલા યુવકે રૂબરુ મળવા સુરત બોલાવ્યો હતો. યુવાન તેના મિત્રો સાથે ટ્રાન્સજેન્ડરને અન્ય સ્થળે લઈ ગયો હતો અને માર મારીને રોકડ તથા મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયો હતા. ઘાયલ ટ્રાન્સજેન્ડરને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે.

ટ્રાન્સજેન્ડરના જણાવ્યાં મુજબ તે પેન્ટિંગ વર્ક કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી પરંતુ લોકડાઉનને કારણે આર્થિક સ્થિતિ કથળી છે. મકાનનું ભાડું પણ છેલ્લા 4 મહિનાથી ભરી શકી નથી. દરમિયાન ગે લોકોની એપ દ્વારા તેનો સંપર્ક સુરતના કામરેજમાં રહેતા યુવક સાથે થયો હતો. બંને વચ્ચે ચેટિંગ થતું હતું. જે બાદ યુવકે તેને બે હજાર રૂપિયાની લાલચ આપીને સુરત બોલાવી હતી.

મજબૂરીને કારણે તે ત્યાં ગઈ હતી અને તે બાદ યુવક તેને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં ઝઘડો થતાં તેના મિત્રો લાકડી અને પાઇપ લઈને તૂટી પડ્યા હતા. ઉપરાંત રોકડા અને મોબાઈલ લઈને ભાગી ગયા હતા. હાલમાં પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch