Sat,20 April 2024,3:13 pm
Print
header

વડોદરામાં કોરોનાની સાથે આ ઘાતક રોગે ઉંચક્યું માથું, દર્દીઓની સંખ્યામાં વધારો – Gujarat Post

(ફાઈલ તસવીર)

  • કોરોનાની સાથે મ્યુકરમાઇકોસિસના દર્દીઓમાં વધારો
  • આ રોગમાં દર્દીએ જડબું, આંખ કાઢવી પડી શકે છે

વડોદરાઃ રાજ્યમાં કોરોનાએ માંથુ ઊંચક્યું છે. બીજી તરફ વડોદરામાં કોરોનાની સાથે મ્યુકરમાઇકોસિસના દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. બ્લેક ફંગસ તરીકે ઓળખતા આ રોગના દર્દીઓમાં ત્રીજી લહેર દરમિયાન વધારો થયો હોવાનું એસએસજી હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું છે.આ મહિનાની શરૂઆતમાં બ્લેક ફંગસના ત્રણ કેસ હતા, જે વધીને હાલ 8 સુધી પહોંચ્યાં છે.

ડોકટર્સના કહેવા મુજબ કોરોનાની સાથે મ્યુકરમાઇકોસિસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે તેમ કહેવું થોડું વહેલું ગણાશે. એક સપ્તાહમાં નવા ચાર કેસ આવ્યાં છે. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રંજનક્રિષ્નાએ કહ્યું એસએસજીએચ હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દીઓ વડોદરાના નથી. અમે નવા કેસની ડિટેલ એકત્ર કરી રહ્યાં છીએ અને કેવી રીતે બ્લેક ફંગસની ઝપેટમાં આવ્યા તે જાણવાની કોશિશ કરી રહ્યાં છીએ.

શહેરના જાણીતા ઈએનટી સર્જન ડો. આર.બી.ભેંસાણીયાના જણાવ્યાં મુજબ કોવિડ કેસ સાથે મ્યુકરમાઇકોસિસ પ્રત્યે પણ સજાગ થવાની જરૂર છે. બીજી લહેરમાં પણ નવા કેસો આવ્યાં હતા. વડોદરા શહેર-જિલ્લામાં ગુરુવારે કોરોનાના કેસ એક હજારને પાર થઇ ગયા છે.ગઈકાલે નવા 1047 કેસ નોંધાયા હતા. શહેર અને જિલ્લામાં કોરોનાની કેસની કુલ સંખ્યા 77,384 ઉપર પહોંચી ગઇ છે. અત્યાર સુધીમાં કુલ 73,224 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં કુલ 623 દર્દીઓનાં મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch