Fri,26 April 2024,4:10 am
Print
header

વડોદરામાં ખ્રિસ્તી યુવકે હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા અને અંગત પળોનો ઉતાર્યો વીડિયો

(પ્રતીકાત્મક તસવીર)

વડોદરાઃ સંસ્કારી નગરી વડોદરામાં વધુ એક યુવતીને હેરાન કરવાની ઘટના સામે આવી છે. ખ્રિસ્તી યુવકે હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદ તેને ભગાડીને લગ્ન કર્યાં હતા અને અંગત પળોની વીડિયો ઉતારી લીધો હતો અને હવે તેને ઈમોશનલ બ્લેક મેલ કરી હાથ પર બ્લેડના ઘા મારવા મજબૂર કરીને વિકૃત આનંદ લેતો હતો.

યુવતીના પિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ શહેરના છાણી કેનાલ પાસેની માંગલ્ય સોસાયટીમાં રહેતા ધોરણ 10 પાસ સેલ્વિન પાઉલ પરમારે આ જ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતી સાથે 2 વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો. યુવતીને વાતોમાં ફોસલાવીને વારંવાર કોઇના કોઇ બહાને મળતો રહેતો હતો. અને યુવતીને યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અંગત પળોના ફોટો અને વીડિયો યુવતીની જાણ બહાર ઉતારી લીધા હતા.

આ વીડિયો ઓનલાઇન મૂકવાની ધમકી આપી લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. તેમજ યુવતીને ઇમોશનલી બ્લેકમેલ કરી શરીર પર બ્લેડના ઘા મારવા મજબૂર કરતો હતો. યુવતી તેના કહ્યાં મુજબ કરતી હતી. યુવતીને આપઘાત કરવા દુષ્પ્રેરણા આપતો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. યુવતીને યુવક લગ્ન માટે સતત દબાણ કરતો હતો.જેથી યુવતી લગ્ન કરવા માટે તૈયાર થઇ હતી. ત્યાર બાદ યુવતીને આણંદ ભગાડી ગયો હતો. જ્યાં તેની સાથે ચર્ચમાં લગ્ન કરી લીધા હતા. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાં બાદ સોશિયલ મીડિયાથી સતત સંપર્કમાં રહેતો હતો.યુવતીના પરિવારે મોબાઇલ ચેક કરતા તેમાં યુવક સાથેનું ચેટિંગ મળી આવ્યું હતું. જેમાં યુવક તેણીને એક જ મીનિટમાં બ્લેડથી 40થી 45 કાપા પોતાના શરીર પર મારવાનું કહી તેના ફોટા સોશિયલ મીડિયા પર મગાવી આનંદ લેતો હતો.આમ લવ જેહાદ બાદ વડોદરામાં વધુ એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch