વડોદરાઃ વોર્ડ નંબર 19માં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. આર્મીમેનમાંથી રાજકારણી બનેલા અને અત્યાર સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા ધર્મેન્દ્રસિંહ રાજપૂતે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ સૈનિકે હવે ભાજપ અને કોંગ્રેસ બંને સામે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ભાવુક વીડિયોમાં ધર્મેન્દ્રસિંહે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે, હું કારગિલનો યોદ્ધા રહ્યો છું, ત્યાં બે મહિના સુધી ચાલેલા યુદ્ધમાં પણ મને એટલી તકલીફ નથી પડી જેટલું દુઃખ આજે કોંગ્રેસે ટિકિટ ન આપીને આપ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે રાત્રે 2 વાગ્યે તેમની ટિકિટ કાપીને પક્ષે તેમની સાથે વિશ્વાસઘાત અને અન્યાય કર્યો છે.
ધર્મેન્દ્રસિંહ રાજપૂતે દિલ્હીના નેતાઓ પર ગદ્દારીનો આરોપ લગાવતા કહ્યું કે, બંને પક્ષોએ રાજનીતિને વેપારની મંડી બનાવી દીધી છે. પૈસાના લોભમાં મારી ટિકિટ કાપવામાં આવી છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાહુલ ગાંધીને આજે પણ સાચા દેશભક્ત માને છે, પરંતુ સ્થાનિક અને દિલ્હીના સ્તરે તેમની સાથે અન્યાય થયો છે.
વોર્ડ નંબર 19ના મતદારોને અપીલ કરતા તેમણે જણાવ્યું કે, તેઓ સતત જનતાની વચ્ચે રહીને ડોર-ટુ-ડોર કેમ્પેનિંગ કરી રહ્યાં છે. અન્ય ઉમેદવારોને બેઈમાન અને અશિક્ષિત ગણાવીને તેમણે જનતાને એક દેશભક્તને જીતાડવા હાકલ કરી છે. તેમણે પ્રતિજ્ઞા લીધી છે કે તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરશે.
એક તરફ ભાજપ અને કોંગ્રેસ પોતાની પેનલ જીતાડવા મથી રહ્યાં છે, ત્યારે ધર્મેન્દ્રસિંહ રાજપૂત જેવો મજબૂત ચહેરો અપક્ષ તરીકે મેદાનમાં આવતા વોર્ડ નંબર 19નો જંગ હવે ત્રિપાંખિયો અને રસાકસીભર્યો બની ગયો છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
ભાજપમાં પદાધિકારીઓની નિમણૂંક લટકી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોના અનેક દિવસો થયા છંતા પદો ખાલી | 2026-05-14 17:07:39
પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો | 2026-05-13 17:39:00
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04