Mon,09 December 2024,12:24 pm
Print
header

સ્ટેટ મોનીટરિંગ સેલે વડોદરામાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, ચુનાની બેગની આડમાં ઘુસાડી રહ્યાં હતા દારૂ

વડોદરાઃ રાજ્યમાં પોલીસે બુટલેગરો પર ભીંસ વધારતા દારૂ ઘુસાડવા અલગ અલગ કિમીયા અજમાવી રહ્યાં છે. વડોદરામાંથી પરપ્રાંતીય પાર્સિંગની ટ્રકમાં ચુનાની બેગની આડમાં સંતાડેલો દારૂ ઝડપાયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો હતો. KA-22 C-2087 નંબર ની ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂ પકડાયો હતો.

વડોદરા એક્સપ્રેસવે પર ટોલ નાકા પાસેથી વિજિલન્સની ટીમે ચાલક સહિત બે આરોપીઓને ઝડપી પડ્યાં હતા. સાવલીના મંજુસર પોલીસ મથક વિસ્તારમાંથી આ જથ્થો ઝડપાયો છે. ટ્રકને સાવલીના મંજુસર પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના હોલમાં દારુની પાર્ટી કરનારા વિદ્યાર્થીઓની શુક્રવારે સયાજીગંજ પોલીસે ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં એમએમ હોલમાં રહેતા અને મૂળ વાપીની જીઆઈડીસી પાસેની શાંતી સોસાયટીમાં રહેતા ક્રિશ યાદવ, ન્યૂ સમા રોડ પર ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં રહેતા તુષાર મકવાણા અને ન્યૂ અલકાપુરીમાં આવેલા સમન્વય વેસ્ટ બ્રિજમાં રહેતા જયકુમાર પટેલનો સમાવેશ થાય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch