Sat,17 October 2026,5:05 am
Print
header

વડોદરાના CH જ્વેલર્સ પર IT ના દરોડા: કોમ્પ્યુટર- હાર્ડ ડિસ્ક સહિતના દસ્તાવેજો જપ્ત

  • Published By
  • 2026-09-03 19:09:05
  • /
  • શહેરના જ્વેલર્સ વર્તુળમાં ફફડાટ ફેલાઇ ગયો
  • શો-રૂમમાં અવરજવર પર પ્રતિબંધ

વડોદરા: શહેરના અતિ પોશ વિસ્તાર અલકાપુરીમાં આવેલા જાણીતા સી.એચ. જ્વેલર્સ (CH Jewellers)ના શો-રૂમ પર આવકવેરા વિભાગ દ્વારા વહેલી સવારથી જ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અચાનક શરૂ થયેલી આ કાર્યવાહીને પગલે શહેરના સોની બજાર અને મોટા વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો વહેલી સવારે શો-રૂમ ખાતે ત્રાટક્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓએ શો-રૂમના બિલિંગ રેકોર્ડ્સ, હાર્ડ ડિસ્ક, કોમ્પ્યુટર સિસ્ટમ તેમજ અન્ય મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજો પોતાના કબ્જે લઈને તપાસ શરૂ કરી છે. શો-રૂમના તમામ આંતરિક વ્યવહારો અને હિસાબી ચોપડાઓની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.

દરોડાની કામગીરી દરમિયાન કોઈ વિક્ષેપ ન પડે તે માટે શો- રૂમમાં ગ્રાહકો સહિત બહારના તમામ લોકોની અવરજવર પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવી હતી. શો-રૂમના તમામ પ્રવેશદ્વારો બંધ કરી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

અલકાપુરી જેવા પ્રતિષ્ઠિત વિસ્તારમાં સ્થિત અગ્રણી જ્વેલર્સને ત્યાં IT વિભાગ ત્રાટકતાં શહેરના અન્ય મોટા જ્વેલર્સ તેમજ ઉદ્યોગપતિઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. હાલ આ સર્ચ ઓપરેશન કયા ચોક્કસ કારણોસર કે બેનામી વ્યવહારોના સંદર્ભમાં હાથ ધરાયું છે અને તપાસ દરમિયાન કેટલી બેનામી સંપત્તિ કે વાંધાજનક વિગતો મળી આવી છે તે અંગે આવકવેરા વિભાગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ જ આ કાર્યવાહી અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch