Mon,13 April 2026,1:56 pm
Print
header

વડોદરા અકસ્માતમાં ખુલાસો, ડ્રગ્સ લઈને મસ્તી કરવા નીકળ્યો હતો કાર ચાલક- Gujarat Post

  • Published By
  • 2025-03-15 12:15:22
  • /

વડોદરાઃ બે દિવસ પહેલા કારેલીબાગ વિસ્તારમાં પોતાના મિત્ર સાથે કારમાં જતા નબીરાએ અકસ્માત કર્યો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદ આરોપી પકડાયો હતો અને  તેની ઓળખ રક્ષિત ચોરસિયા તરીકે થઇ હતી.  

અકસ્માત સર્જ્યા બાદ નબીરા સાથે જતો મિત્ર તાત્કાલિક કારમાંથી ઉતરીને ભાગી ગયો હતો અને મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી તેમ કહેતો હતો. જેણે અકસ્માત સર્જ્યો હતો તે નબીરો લોકોથી ડર્યા વિના કારમાંથી નીચે ઉતરે છે અને પછી ઓમ નમ:શિવાયનો સૂત્રોચ્ચાર કરવા લાગ્યો હતો. તે કારમાંથી ઉતરતાં જ નિકિતા મેરી... અંકલ.... ઓમ નમઃ શિવાય.... જેવી બૂમો પાડવા લાગ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસે આ કેસમાં કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનો તાત્કાલિક અસરથી રેપિડ ટેસ્ટ કર્યો હતો. જેમાં કાર ચાલક રક્ષિત ચોરસિયા અને પ્રાંશું ચૌહાણે ડ્રગ્સનો નશો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. વડોદરા પોલીસે જણાવ્યું કે અકસ્માત કરનાર બે શખ્સોએ રાત્રે અકસ્માત પહેલા હોળીના દિવસે મોજ કરવા ડ્રગ્સ લીધો હોવાનું રેપિડ ટેસ્ટમાં બહાર આવ્યું હતું. મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યો છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch