વડોદરાઃ અહીં ચોંકાવનારી ઘટના સામે આવી છે. કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં હિપો પોટેમસ દ્વારા ઝુ ક્યુરેટર પર હુમલો કરવામાં આવ્યો છે. ઝુ ક્યુરેટર પ્રત્યુશ પટ્ટનકર અને એક કર્મી હિપો પોટેમસની સારવાર કરી રહ્યાં હતા, ત્યારે હિપોએ તેમના પર હુમલો કર્યો હતો. જેને કારણે બંને બૂમો પાડતા અન્ય કર્મચારીઓ દોડી આવ્યાં હતા અને હિપોના હુમલાથી બચાવી સારવાર અર્થે ખસેડ્યા હતા. હિપોના હુમલાને કારણે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ઘટનાને પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની નરહરિ હોસ્પિટલ ધસી આવ્યાં હતા. અહીં બંને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ સિવાય પાલિકાના અન્ય અધિકારીઓ નરહરિ હોસ્પિટલ પહોંચી ગયા છે. પાર્ક્સ એન્ડ ગાર્ડનના અધિકારી મંગેશ જયસ્વાલે કહ્યું, ઝુ ક્યુરેટર પ્રત્યુશ પટ્ટનકર અને સુપરવાઈઝર રોહિતભાઈ આઈ.સી.યુ માં છે, હાલ તેમની સારવાર ચાલી રહી છે.
થોડા દિવસો પહેલા કમાટીબાગમાં ઝૂમાં ફરવા આવેલા એક સહેલાણીનો મોબાઈલ ફોન વાંદરના બચ્ચાએ ઝૂંટવી લીધો હતો વડોદરામાં મધ્ય ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમાટીબાગ ઝૂ છે. કમાટી બાગમાં પ્રાણીઓ જોવા માટે વડોદરા તથા આસપાસના વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
મોડી રાત્રે ગુજરાતની જેલોમાં ચેકિંગ, ગાંજો અને અન્ય વસ્તુઓ કરાઇ જપ્ત- Gujarat Post | 2023-03-25 10:53:43
સુરત અને વડોદરામાં ભરઉનાળે કરા સાથે માવઠું, કાશ્મીર જેવી ઠંડકનો અનુભવ | 2023-03-17 18:12:10
વડોદરા કન્ઝ્યુમર ફોરમનો મોટો નિર્ણય, મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેમમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી | 2023-03-15 08:18:00
અંબાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ શાંત થયો નથી ત્યાં પાવાગઢ મંદિરનો વિવાદ શરૂ, સોમવારથી છોલેલું શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ- Gujarat Post | 2023-03-14 11:33:32