વડોદરાઃ શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાનો વીડિયો વાયરલ કરીને ચર્ચામાં આવેલી તમન્ના સૈયદ સામે બે દિવસમાં ત્રીજી ફરિયાદ નોંધાઈ છે. ફતેગંજના એક કાફે સંચાલક પાસેથી બે લાખ રૂપિયાની ખંડણી માંગવા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાના આક્ષેપ હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વ્યાજખોરીના કેસમાં હાલ તમન્ના અને તેનો પતિ સોહિલ સૈયદ પોલીસ રિમાન્ડ પર છે.
ફતેગંજ સ્થિત 'ઈનવિઝીબલ કાફે'ના સંચાલક મહમંદ ઝૈદ અયાઝ શેખે આક્ષેપ કર્યો છે કે, તમન્નાએ કાફેમાં ડ્રગ્સ વેચાતું હોવાનો દાવો કરતો વીડિયો બનાવી કાફે બંધ કરાવવાની અને નામ સાથે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બે લાખ રૂપિયા માંગ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, તમન્નાના પતિ સોહિલ સૈયદે પણ ફોન પર ધમકી આપતાં કહ્યું હતું કે, "તું પૈસા તૈયાર રખના વરના વાયરલ હો જાયેંગા".
સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી વેપારીઓને ડરાવવા બદલ કીર્તિ પટેલની જેમ તમન્ના સૈયદના પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ્સ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં તમન્નાના પતિ, બે ભાઈઓ, બહેન અને પિતાનો ગુનાહિત બેકગ્રાઉન્ડ સામે આવ્યો છે.
પતિ સોહિલ સૈયદ સામે વડોદરાના વિવિધ પોલીસ મથકોમાં હત્યાનો પ્રયાસ, રાયોટિંગ, ધાડ, ઠગાઈ અને ધમકી આપવા સહિતના કુલ 7 ગંભીર ગુના નોંધાયેલા છે. પોલીસે દંપતીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. અગાઉ તમન્નાએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને વડોદરાના નિઝામપુરા, નવાયાર્ડ અને ફતેગંજ જેવા વિસ્તારોમાં એમ.ડી. ડ્રગ્સ, ચરસ, ગાંજો અને કોકેઇનનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો તથા ફતેગંજ ડ્રગ્સનું 'હબ' હોવાનો દાવો કર્યો હતો.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
PM મોદીએ વડોદરાથી નવો કોરિડોર દેશને કર્યો સમર્પિત, ડિસેમ્બર સુધીમાં સુરત- વાપી બુલેટ ટ્રેન સેક્શન તૈયાર થવાની જાહેરાત | 2026-09-08 14:02:00
આજે પીએમ મોદીની ગુજરાત મુલાકાત, વડોદરા અને નવસારીમાં અનેક કાર્યક્રમો, Bookmyshow પર શો ફુલ | 2026-09-08 09:02:16
વડોદરાના CH જ્વેલર્સ પર IT ના દરોડા: કોમ્પ્યુટર- હાર્ડ ડિસ્ક સહિતના દસ્તાવેજો જપ્ત | 2026-09-03 19:09:05
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ | 2026-09-01 17:58:05