વડોદરાઃ સાવલી તાલુકાના મોક્સી ગામમાં ગઇકાલે નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSએ રેડ પાડી હતી. આ રેડમાં અત્યાર સુધી કુલ રૂ. 1125 કરોડની કિંમતનું 225 કિલો MD ડ્રગ્સ ઝડપાયું છે. આ મામલે ફેક્ટરી માલિક પિયુષ પટેલની પૂછપરછ કરાઇ રહી છે. જેમાં MD ડ્રગ્સનો જથ્થો ફેક્ટરીમાં સંગ્રહ કરીને રાખતા હોવાનો ખુલાસો થયો છે. હજુ પણ આ મામલે ગુજરાત ATS અનેક નવા ખુલાસાઓ કરી શકે છે. વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાય તેવી શક્યતા છે.
શકમંદ મહેશ વૈષ્ણવના સુરતના ઘરના દ્રશ્યો સામે આવ્યાં છે. મહેશ વૈષ્ણવ મોટા વરાછા ખાતે આલીશાન ફ્લેટમાં રહે છે. ડ્રગ્સ કેસમાં સુરતના મહેશ વૈષ્ણવની અટકાયત કરવામાં આવી છે. પત્ની સાથે વાત કરતા તેઓ પતિના વ્યવસાયથી અજાણ હોવાનું જણાવ્યું છે. સોસાયટીના રહીશો પણ સમગ્ર બાબતથી અજાણ છે. મહેશ વૈષ્ણવ મૂળ ધોરાજીનો વતની છે. અઢી વર્ષ પહેલાં લગ્ન બાદ તે સુરત સ્થાયી થયો હતો. પત્ની બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. હાલ જે ફ્લેટમાં રહે છે તે ફ્લેટ પત્નીના નામે છે.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના દરિયાઈ માર્ગે આવી રહેલા ડ્રગ્સ પર ATSની બાજ નજર છે. પરંતુ ઘર આંગણે વડોદરામાં જ એક ફેક્ટરીમાં બની રહેલા ડ્રગ્સનો પર્દાફાશ કર્યો છે. ATSએ 1125 કરોડ રૂપિયાની કિંમતનું 225 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, ગુજરાત ATSએ વડોદરાના સાવલીના મોકસી ગામની નેક્ટર કેમ કંપનીમાં રેડ કરીને 225 કિલો જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
વડોદરા લોકસભા વિવાદ, વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી | 2024-03-23 10:59:10
પહેલા ખુલ્લો વિરોધ, હવે ગુમનામ પોસ્ટર્સ, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન સામે વધી રહ્યો છે આક્રોશ | 2024-03-21 09:25:08
પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post | 2024-03-20 11:01:31
ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું | 2024-03-19 10:52:53
વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post | 2024-03-16 11:33:43