Sat,20 April 2024,1:28 am
Print
header

વડોદરા ડ્રગ્સ કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યા,ગોંડલ હાઇવે નજીક ફાર્મા કંપની કરાઈ સીલ– Gujarat Post

સફેદ ડ્રગ્સના કાળા કારોબારમાં તપાસનો ધમધમાટ

સર્ચ ઓપરેશનમાં ડ્રગ્સ કેસના તાર રાજકોટ સુધી પહોંચ્યાં

આગામી દિવસોમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે

રાજકોટઃ વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSએ રેડ પાડી હતી. જેમાં અંદાજે રૂપિયા 1125 કરોડની કિંમતનું 225 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ATS એ બે દિવસ સુધી ઓપરેશન ચલાવી મુખ્ય આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓના રિમાન્ડ મેળવી થઈ રહેલી પૂછપરછમાં મોટા ખુલાસા થઈ રહ્યાં છે.

આ આરોપીઓએ સપ્ટેમ્બર 2021 થી અત્યાર સુધીમાં 240 કિલો એમ.ડી ડ્રગ્સ બનાવ્યું છે. જેમાંથી ગુજરાત એટીએસે 2 આરોપીઓ પાસેથી 225 કિલો ડ્રગ્સ જેની અંદાજે કિંમત 1125 કરોડ રૂપિયા થાય તેને જપ્ત કર્યું છે.ATSની ટીમો દ્વારા મોરબી, વડોદરા, ભરૂચ અને સુરત બાદ હવે રાજકોટમાં તપાસ હાથ ધરી છે.  ડ્રગ્સનું રો-મટિરિયલ્સ રાજકોટથી વડોદરા પહોંચ્યું હોવાની આશંકા છે, જેને લીધે રાજકોટના ગોંડલ હાઇવે નજીક હડમતાળા ખાતે આવેલી ફાર્મા કંપનીને ATS સર્ચ ઓપરેશન કરીને સીલ કરી છે.

ATSની સૂચના બાદ રાજકોટ પોલીસે કાર્યવાહી કરી છે. ATSની સૂચનાથી કંપનીને સિલ કરાઈ છે. આ કંપનીના સંચાલકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. વડોદરા ડ્રગ્સ ફેક્ટરીના તાર રાજકોટ સુધી પહોંચ્યા છે, આગામી દિવસોમાં તેમાં અનેક મોટા ખુલાસા થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch