વડોદરા: શહેરના કુંભારવાડા તલાવડી વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારમાં થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દારૂના નશામાં ચૂર પતિ અને પત્ની વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિને ત્રિકમ મારી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
કુંભારવાડા તલાવડી વિસ્તારમાં રહેતા અમિત અને મંજુ નામના શ્રમજીવી દંપતી વચ્ચે વહેલી સવારે કોઈ કારણોસર તકરાર થઈ હતી. પાડોશીઓના જણાવ્યાં અનુસાર, આ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આજે સવારે પણ જ્યારે અમિત દારૂના નશામાં હતો, ત્યારે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.
ઝઘડા દરમિયાન આવેશમાં આવી ગયેલી પત્ની મંજુએ ભાન ગુમાવ્યું હતું અને નજીકમાં પડેલી લોખંડની ત્રિકમ ઉપાડીને અમિત પર જોરદાર પ્રહાર કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે અમિત લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને પત્નીની નજર સામે જ તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા અમિતને મૃત જાહેર કર્યો હતો. પોતાના જ હાથે પતિનું મોત થતા પત્ની મંજુ ભાંગી પડી હતી અને સ્થળ પર આક્રંદ કરી રહી હતી. આ મામલે પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04