વડોદરા: સાવલી તાલુકાના મંજુસર નજીક આવેલી લામડાપુરા કેનાલ પાસે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. રણજીત નામના એક યુવકે રિવોલ્વરથી પોતાની જ છાતીમાં ગોળી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોતાની જાત પર ફાયરિંગ કર્યા બાદ યુવકે હથિયાર કેનાલમાં ફેંકી દીધું હતું અને તે રોડ પર લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, પારિવારિક ઝઘડાથી કંટાળીને યુવકે આ પગલું ભર્યું હતુ, ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવકને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આત્મહત્યાનો પ્રયાસ કરનાર રણજીત મૂળ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાનો વતની છે. તેણે આ પગલું ભરતા પહેલાં પોતાના પરિવાર અને પત્ની નંદીનીને સંબોધીને એક ભાવુક ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતુ કે, મૈં મૌત સે પહલે સાફ કહું મેરી વાલીને ગદ્દારી કી હૈ.
રણજીત અને નંદીનીએ ભૂતકાળમાં ઘરેથી ભાગીને મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા. સયાજી હોસ્પિટલના ઇમરજન્સી પોલીસ રિપોર્ટ મુજબ, હાલમાં બેભાન અવસ્થામાં ICUમાં સારવાર લઈ રહેલા આ યુવક પાસેથી કાગળ અને પેન પણ મળી આવ્યાં છે.
આ સમગ્ર મામલે યુવકની માતાએ જણાવ્યું કે, રણજીત સાંજે ડ્યૂટી પર ગયો હતો અને રાત્રે જ્યારે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો ત્યારે જ તેમને આ ઘટનાની જાણ થઈ હતી. રણજીતે હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ એક નવી કંપનીમાં નોકરી શરૂ કરી હતી, જ્યારે જૂની નોકરી તેણે બે મહિના પહેલાં છોડી દીધી હતી.
માતાએ વધુમાં જણાવ્યું કે, તેમના દીકરાએ નંદીની સાથે ભાગીને લગ્ન કર્યા હતા. લગ્ન બાદ નંદીનીના પિયર પક્ષના લોકો જે મકાનમાં ભાડે રહેતા હતા, તે મકાનનો માલિક રણજીત પર સતત દાદાગીરી કરતો હતો. તે રણજીતને ત્યાં ન આવવા માટે દબાણ કરતો હતો અને જો તે ત્યાં દેખાશે તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. હાલમાં સાવલી પોલીસ આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24
કેનેડા જવાનું સપનું બતાવીને રૂ. 2.5 કરોડની છેતરપિંડી, નકલી વિઝા લેટર કૌભાંડનો પર્દાફાશ | 2026-08-05 09:17:47
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, સતિષ પટેલની જીત | 2026-08-03 16:26:46
માંજલપુર પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ, ભાજપ- કોગ્રેસ વચ્ચેે છે મુકાબલો | 2026-08-03 08:57:16
વડોદરાના માંજલપુર સાથે બાંકીપુર અને દતિયામાં મતદાન, પરિણામ 3 ઓગસ્ટે આવશે | 2026-07-30 08:40:08
વડોદરામાં જૈશ- એ- મોહમ્મદના સ્લીપર સેલ નેટવર્કનો પર્દાફાશ, હોટલમાં કાશ્મીરી આતંકી સાથે યોજાઈ હતી સીક્રેટ મીટિંગ | 2026-07-22 16:43:01