Latest Vadodara News: ભાજપનો ખેસ ધારણ કરી લીધા બાદ કાર્યકર્તા, નેતાઓને પોલીસનો ડર ન હોય તેમ બેખૌફ બનીને ગુનાઓ આચરી રહ્યાં છે. વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદમાં પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરણિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રવિવારે રાત્રે જ્યારે તે સૂતી હતી તે દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ નામનો વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને બળજબરીપૂર્વક તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ આકાશે આ વાત કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. પીડિતાના ફોનમાં વોટ્સએપ ચેટ પણ ડિલીટ કરી હોવાની વાત પરણિતાએ કરી હતી. આ અંગે પીડીતાએ પરિવારજનોને જાણ કરતાં તેમણે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહિલાને મોબાઇલ પર ચેટ કરી ઘરમાં કોઇ છે કે કેમ તે જાણી લઇ રાતે બળાત્કાર ગુજારનાર અનગઢના ભાજપના કાર્યકર આકાશ ગોહિલ સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં પીડિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં સંસદ સભ્ય તેમજ જિલ્લાના ધારાસભ્યો સાથે ફોટા પડાવી ફરતા કરનાર કાર્યકર આકાશ ગોહિલ ફરાર થઇ ગયો છે.
આકાશ ગોહિલની એક કથિત ઓડિયો ક્લિપ ફરતી થઇ છે. જેમાં આકાશ તરીકે વાત કરી રહેલો વ્યક્તિ કહી રહ્યો છે કે, એ ગમે તે કરે અમારી પાસે સત્તા છે, પાંચ-પાંચ ધારાસભ્યો છે, અમને કંઇ થશે નહીં, અમારો પીએ હતો રાજેશ ગોહિલ (રેપ કેસનો આરોપી) જે 10 દિવસમાં છૂટી ગયો હતો. ત્યારે બેફામ બનેલા ભાજપના આવા નરાધમો સામે કાર્યવાહી થાય તે જરૂરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
સુરત ભાજપના કોર્પોરેટરો બાખડ્યાં, મહિલાઓની હાજરીમાં કરી ગાળાગાળી- Gujarat Post | 2025-07-08 10:51:53
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20
હું વાતો કરવાવાળો નથી, અડધી રાતનો હોંકારો છુંઃ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવેદનથી અનેક તર્કવિતર્ક | 2025-07-08 10:48:48
ભાષા વિવાદ પર રાજ ઠાકરેની ધમકી....જો કોઈ વધારે પડતું નાટક કરે છે, તો તેને કાનની નીચે બજાવો | 2025-07-06 09:21:30
ચૈતર વસાવાની ધરપકડ બાદ કેજરીવાલનો પ્રહાર, ભાજપને હવે ગુજરાતની જનતા જવાબ આપશે - Gujarat Post | 2025-07-05 21:56:32
બિહારમાં 5 લાખ મહિલાઓને સેનેટરી પેડ વહેંચશે કોંગ્રેસ, કવર પર રાહુલ ગાંધીના ફોટોથી વિવાદ - Gujarat Post | 2025-07-04 22:43:22
વરસાદથી રસ્તાઓની દુર્દશા...વડોદરામાં જીપ પર પોસ્ટર્સ લગાવીને કરાયો વિરોધ | 2025-07-07 14:29:58
વડોદરા કલેકટરે 3 નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા, જાણો શું છે મામલો- Gujarat Post | 2025-07-01 09:32:16
વડોદરા: માતાના આડાસંબંધોની આશંકામાં પુત્રએ યુવકની હત્યા કરી - Gujarat Post | 2025-06-23 10:00:05