વડોદરાઃ ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા બાદ પોક્સો કોર્ટમાં સજા પર અંતિમ દલીલો પૂર્ણ થઈ હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આરોપીઓની હાજરી વચ્ચે સરકારી પક્ષે નરાધમોને કડકમાં કડક સજા ફટકારવાની રજૂઆત કરી હતી.
સરકારી વકીલ અનિલ દેસાઈ અને સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે આ જઘન્ય ગુના માટે આરોપીઓને ફાંસી અથવા તો તેમના છેલ્લા શ્વાસ સુધીની સખત આજીવન કેદની સજા મળવી જોઈએ. પ્રોસિક્યુશન પક્ષે રજૂ કરેલા તમામ સાંયોગિક પુરાવા, મેડિકલ રિપોર્ટ્સ અને પુરાવાનો નાશ કરવા વિશ્વામિત્રી નદીમાં ફેંકેલો મોબાઈલ ફાયર બ્રિગેડ દ્વારા રિકવર કરાયાની જુબાનીને કોર્ટે શંકારહિત માની છે. લૂંટનો દાવો પણ પુરવાર થયો છે. 22 મહિના ચાલેલી લાંબી કાનૂની લડાઈ બાદ હવે પોક્સો કોર્ટ આગામી 31મી ઓગસ્ટે દોષિતોની સજાનું એલાન કરશે.
ઓક્ટોબર 2024માં બીજા નોરતાની રાત્રે 16 વર્ષીય સગીરા મિત્ર સાથે ગરબા રમવા નીકળી ત્યારે ભાયલીના નિર્જન વિસ્તારમાં બે બાઇક પર 5 શખ્સો ધસી આવ્યાં હતા. તેમણે વાહનની ચાવી ઝૂંટવી પિતાને બોલાવવાની ધમકી આપી હતી.
સગીરાએ બૂમાબૂમ કરતાં બે શખ્સો ભાગ્યા હતા, જ્યારે બાકીના 3 શખ્સોએ સગીરાના મિત્રને બંધક બનાવી સગીરા પર બર્બરતાપૂર્વક ગેંગરેપ આચર્યો હતો. ઘટના બાદ પીડિતાએ તાત્કાલિક તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડ્યાં હતા.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
PM મોદીએ વડોદરાથી નવો કોરિડોર દેશને કર્યો સમર્પિત, ડિસેમ્બર સુધીમાં સુરત- વાપી બુલેટ ટ્રેન સેક્શન તૈયાર થવાની જાહેરાત | 2026-09-08 14:02:00
આજે પીએમ મોદીની ગુજરાત મુલાકાત, વડોદરા અને નવસારીમાં અનેક કાર્યક્રમો, Bookmyshow પર શો ફુલ | 2026-09-08 09:02:16
વડોદરાના CH જ્વેલર્સ પર IT ના દરોડા: કોમ્પ્યુટર- હાર્ડ ડિસ્ક સહિતના દસ્તાવેજો જપ્ત | 2026-09-03 19:09:05
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ | 2026-09-01 17:58:05