Fri,26 April 2024,12:51 am
Print
header

ભાજપનો ડર... વડોદરાના આપના ઉમેદવારોને સોમનાથ લઈ જવાયા- Gujarat Post

આવતીકાલે છે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ

સુરત જેવી ઘટના ન બને તે માટે પાર્ટીએ ભર્યુ પગલું

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ પરત ખેંચવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. સુરત પૂર્વ જેવી ઘટના ન બને તે માટે વડોદરા આપના ઉમેદવારોને સોમનાથ લઈ જવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે શહેર જિલ્લાના તમામ ઉમેદવારોને સોમનાથ લઈ જવાયા છે. સુરતમાં આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચતા આપ પાર્ટી એ પાણી પહેલા પાળ બાંધી છે. આ બધુ ભાજપના ઇશારે થયાનો આરોપ છે. ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 21 છે જે બાદ ઉમેદવારો પરત લવાશે.

બીજી તરફ આપનો પ્રચાર મજબૂત બની રહ્યો છે.ગુજરાત ચૂંટણીને લઈને આપના નેતાઓ રાજ્યમાં રોડ શો અને જાહેર સભાઓ કરશે. રાજસભા સાંસદ સંજયસિંહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે, તેઓ 20, 21 નવેમ્બરે 2 રોડ શો અને 6 જનસભાઓને સંબોધશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. 20, 21, 22 નવેમ્બર અરવિંદ કેજરીવાલ 4 રોડ શો અને 2 જનસભાને સંબોધશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 5 દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. 21થી 25 નવેમ્બર દરમિયાન ભગવંત માન 18 રોડ શોમા ભાગ લેશે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch