વડોદરા: સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે આવેલી મેસરી અને કરડ નદી પર નિર્માણ પામેલા નવા બ્રિજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ભાજપના જ ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. છેલ્લા 5 મહિનામાં બીજી વખત સીએમને પત્ર લખીને તેમણે અધિકારીઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે, ધારાસભ્યે આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં ગંભીર બાબતોનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, તેમના મત વિસ્તાર સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે કરડ નદી અને મેસરી નદી પર રૂપિયા 24 કરોડના ખર્ચે એપ્રોચ રોડ સાથે નવિન બ્રિજ બનાવવામાં આવ્યો છે, તેનું કામ નબળું છે.
આ બ્રિજ હજુ થોડા સમય પહેલા જ શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારથી જ બ્રિજ પરના રસ્તામાં મોટી તિરાડો પડી ગઈ છે અને RCC ઉખડી ગયેલું જોવા મળી રહ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે.
કેતન ઈનામદારે પત્રમાં રોષ ઠાલવતા લખ્યું છે કે, સરકાર નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવા માટે હંમેશા અગ્રેસર રહે છે. પરંતુ આવા નબળા કામ કરનારા કોન્ટ્રાક્ટરો કે ભ્રષ્ટ અધિકારીઓને કારણે સરકારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. તેમણે આ બાબતે તાત્કાલિક વિજીલન્સ તપાસ કરાવીને જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગ કરી છે.
નોંધનીય છે કે, ધારાસભ્ય કેતન ઈનામદારે અગાઉ 5 મહિના પહેલા પણ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ જનતાના કામ ન કરતા હોવાની વાત કરી હતી.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, સોનમ વાંગચુક પણ પહોંચ્યાં | 2026-06-06 17:40:52
ભાજપે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા, જાણો વધુ વિગતો | 2026-06-04 18:24:30
પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા: મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે બળવો | 2026-06-01 17:23:39
રૂ. 20 કરોડના ચમત્કારિક સુલેમાની પથ્થરના નામ જોરદાર છેતરપિંડી, લાઇવ ડેમો વીડિયોમાં ચમત્કાર પણ બતાવ્યો ! | 2026-06-11 20:43:53
વેબ સિરીઝમાંથી છેતરપિંડીનો ખેલ શીખ્યા, વડોદરામાંથી નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું | 2026-06-08 09:04:25
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં હતા દાખલ | 2026-06-02 15:55:32
અમદાવાદમાં રાતે ગાજવીજ સાથે વરસાદ, દાહોદમાં સ્માર્ટ સિટીનું મહાકાય સાઈન બોર્ડ ધરાશાઈ થતા 3 નાં મોત | 2026-06-02 08:57:07
વડોદરામાં રેલવેના ટીટીની શરમજનક કરતૂત: ડ્રેસ પોતાના સગાને પહોંચાડવા આવેલી યુવતી સાથે કરી અશ્લિલ હરકતો | 2026-05-30 17:01:31