વડોદરામાં લોકોએ પલળી ગયેલા સામાન, અનાજના રોડ પર કર્યા છે ઢગલા
તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ કરવામાં આવેઃ સ્થાનિકોની માંગ
Latest Vadodara News: પૂરના સંકટનો સામનો કર્યાં બાદ વડોદરાવાસીઓને હવે નવી એક ચિંતા સતાવી રહી છે. પૂરના પાણી અને દુકાનો, મકાનોમાં ઘૂસી ગયા હોવાથી કરિયાણું, સામાન પલળી ગયો છે. અતિશય ગંદકી અને ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે. એમ પણ પૂર પહેલા પણ વડોદરાના અનેક વિસ્તારો ગંદા પાણીની સમસ્યાથી ત્રસ્ત હતા, પૂરના કારણે સમસ્યા વધુ વકરશે તેવી સ્થિતિ છે.
વડોદરાના લાખો લોકો પર કોલેરા જેવા પાણીજન્ય રોગો ફેલાવાની દહેશત ઉભી થઇ છે. ઉપરાંત મચ્છરજન્ય રોગો જેવા કે મલેરિયા, ડેંગ્યુ પણ ફેલાશે તેવી શક્યતાઓ ડોક્ટરો પણ વ્યક્ત કરી રહ્યાં છે. વડોદરામાં બારેમાસ મચ્છરોનો ત્રાસ રહે છે ત્યારે ચો તરફ પાણી ભરાયા છે એટલે મચ્છરોના ત્રાસની સાથે મચ્છરોથી ફેલાતા રોગ પણ વધશે ત્યારે રોગચાળો અટકાવવા 500 આરોગ્ય ટીમે શહેરનો આરોગ્ય સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 44 મોબાઈલ ટીમો અને 450 હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ ટીમોનો સમાવેશ થાય છે.
બીજી તરફ વડોદરાના લોકો ભાજપ સરકાર સામે જોરદાર આક્રોશમાં છે, મુખ્યમંત્રી અને મંત્રીઓની વિરુદ્ધમાં લોકોએ સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા, કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Starliner Landed: સુનીતા વિલિયમ્સને લીધા વગર જ ધરતી પર આવ્યું સ્ટારલાઇનર- Gujarat Post | 2024-09-07 14:22:08
Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post | 2024-09-07 14:04:47
Crime News: બર્થ ડે પાર્ટીમાં યુવતીને પીવડાવ્યું નશીલું લીંબુ પાણી અને પછી...Gujarat Post | 2024-09-07 14:00:41
રાજકોટમાં Acb એ રૂ.10 લાખની લાંચનો કર્યો પર્દાફાશ, મહારાષ્ટ્રના એક પીઆઇ વતી લાંચ લેનારો ઝડપાયો | 2024-09-06 21:46:39
200 કિલો નશાનો સામાન જપ્ત, અમદાવાદમાં વટવા જીઆઇડીસીમાંથી ગાંજા સાથે 7 લોકો ઝડપાયા | 2024-09-06 16:51:19
Ahmedabad News: દીપક ઠક્કર પાસે અંદાજે રૂ.100 કરોડથી વધુની સંપત્તિ, આજે રિમાન્ડ થશે પૂરા- Gujarat Post | 2024-09-06 10:44:31
પીએમ મોદીના જન્મદિવસે જ વિરોધ....રાજ્ય કર્મચારી મહામંડળ OPS મુદ્દે 17 સપ્ટેમ્બરે કામકાજથી દૂર રહેશે- Gujarat Post | 2024-09-06 10:38:54
વડોદરામાં સ્કૂટર પર મગરને લઇને જતા બે યુવકોનો વીડિયો વાઇરલ, જાણો શું હતો મામલો ? | 2024-09-02 09:09:17
Vadodara News: વડોદરામાં પૂર પર રાજકારણ શરૂ, કોંગ્રેસે લગાવ્યાં મુખ્યમંત્રી હાય....હાય...ના નારા | 2024-08-31 19:02:19
વડોદરામાં વીજ કરંટ લાગવાથી બે યુવકોનાં મોત, નારાજ લોકોએ ભાજપના ધારાસભ્યનો હુરયો બોલાવ્યો | 2024-08-30 09:13:29
વડોદરામાં એટલું પાણી ભરાઈ ગયું કે મગર ઘરની છત પર પહોંચી ગયો, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો | 2024-08-29 14:09:45