Sun,08 September 2024,1:00 pm
Print
header

વડોદરામાં પૂરના પાણી ઓસરવાની શરૂઆત, અનેક વિસ્તારોમાં મગરના આંટાફેરા, ટ્રેન વ્યવહારને અસર- Gujarat Post

Vadodara News: વડોદરા માટે રાહતના સમાચાર છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો છે. વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી 32.50 ફૂટ થઈ છે. ગઇકાલે નદીની સપાટી 35.25 ફૂટ હતી. જ્યારે આજવા સરોવરની સપાટી 213.75 ફૂટ પર સ્થિર છે. વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરો પણ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. વડોદરાના રસ્તા પર મહાકાય મગર ફરતો દેખાયો હતો. અવસર પાર્ટી પ્લોટ પાસે 10 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાયું હતું. ઘૂંટણસમા પાણીમાં ભારે જહેમત બાદ રેસ્ક્યૂં કરાયું હતું. દોરડા વડે બાંધીને મગરને પાંજરે પુરાયો હતો. વિશ્વામિત્રી નદીના પાણી સાથે મગર બહાર આવતાં સ્થાનિકોમાં ફફડાટનો માહોલ છે.

વેસ્ટર્ન રેલવેની માહિતી મુજબ ભારે વરસાદથી વડોદરા સહિતનાં અનેક રેલવે-સ્ટેશનોમાં ટ્રૅક પર પાણી આવી જવાને લીધે ટ્રેનવ્યવહારને અસર પહોંચી હતી. વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા અને પંચમહાલ જિલ્લામાં વરસાદે સૌથી વધુ મુશ્કેલી ઊભી કરી છે. જેને લઈ વડોદરાને સાંકળતી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે અથવા તો ટૂંકાવવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch