વડોદરા: SOGએ એક મોટી કાર્યવાહી કરતા તાંદલજા વિસ્તારના વૈભવી બંગલામાંથી નકલી PSIને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસને બાતમી મળી હતી કે વાસણા-તાંદલજા રોડ પર આવેલા ઝમઝમ ટાવરની પાછળ, અલકબીર બંગલા નંબર-3 માં એક શખ્સ નકલી પોલીસ બનીને રહેતો હતો. પોલીસે જ્યારે બંગલા પર રેડ કરી ત્યારે આરોપીની પત્નીએ દરવાજો ખોલ્યો હતો. તપાસ દરમિયાન ઘરમાંથી મોબીન ઇકબાલભાઇ સોદાગર નામનો વ્યક્તિ મળી આવ્યો હતો.
પોલીસને તપાસ દરમિયાન બંગલાના કમ્પાઉન્ડમાં નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા અને બહાર એક અર્ટીગા કાર મળી આવી હતી. આ ગાડીઓની તલાશી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી. તેમાંથી પોલીસના નકલી આઈકાર્ડ, યુનિફોર્મ, વિવિધ સરકારી અને ખાનગી કચેરીઓના ડુપ્લીકેટ સિક્કાઓ, નકલી આવકના દાખલા અને દસ્તાવેજો, એક એરગન મળી આવ્યાં હતા.
તપાસમાં ખુલાસો થયો કે, લોકોમાં છાપ પાડી શકાય તે માટે આરોપી મોબીન સોદાગર પોતાની ગાડીઓમાં પોલીસનો ખાખી ડ્રેસ લટકાવી રાખતો હતો. તે પોતાના નામ અને ફોટાવાળા ડુપ્લીકેટ PSI આઈકાર્ડનો ઉપયોગ કરી લોકોને ધમકાવતો હતો અને મોટા તોડ કરતો હતો.
આરોપી રાજ્ય સેવક ન હોવા છતાં પોલીસ અધિકારી હોવાનો ડોળ કરી ઠગાઈ અને વિશ્વાસઘાત કરતો હોવાથી તેની વિરુદ્ધ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ અત્યાર સુધી કોની કોની સાથે ઠગાઈ કરી છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી હતી.
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
રૂ. 20 કરોડના ચમત્કારિક સુલેમાની પથ્થરના નામ જોરદાર છેતરપિંડી, લાઇવ ડેમો વીડિયોમાં ચમત્કાર પણ બતાવ્યો ! | 2026-06-11 20:43:53
વેબ સિરીઝમાંથી છેતરપિંડીનો ખેલ શીખ્યા, વડોદરામાંથી નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું | 2026-06-08 09:04:25
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, સ્ટર્લિંગ હોસ્પિટલમાં હતા દાખલ | 2026-06-02 15:55:32
અમદાવાદમાં રાતે ગાજવીજ સાથે વરસાદ, દાહોદમાં સ્માર્ટ સિટીનું મહાકાય સાઈન બોર્ડ ધરાશાઈ થતા 3 નાં મોત | 2026-06-02 08:57:07
વડોદરામાં રેલવેના ટીટીની શરમજનક કરતૂત: ડ્રેસ પોતાના સગાને પહોંચાડવા આવેલી યુવતી સાથે કરી અશ્લિલ હરકતો | 2026-05-30 17:01:31