Thu,10 July 2025,4:30 am
Print
header

વડોદરાના તત્કાલીન DSP કરણરાજ વાઘેલા સહિત 5 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ

  • Published By
  • 2024-11-29 11:53:38
  • /

વડોદરાઃ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષ પહેલા નોંધાયેલી વાહન ચોરીની ફરિયાદમાં ભાવનગરના કોમ્પ્યુટર એન્જિનિયરને કારમાં ઉઠાવી લાવીને ચાર દિવસ સુધી ઢોર માર મારવાના કેસ વડોદરા કોર્ટે તત્કાલીન DSP અને હાલમાં વલસાડ S.P. તરીકે ફરજ બજાવતા આઇપીએસ અધિકારી કરણરાજ વાઘેલા, માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ બી.એસ.શેલાણા, હેડ કોન્સ્ટેબલ ઠાકોરભાઇ શનાભાઇ, અમરદિપસિંહ ચૌહાણ અને મેહુલદાન ગઢવી સામે ફોજદારી ગુનો નોંધવા આદેશ કર્યો છે.

કોર્ટના આદેશને પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 4 પોલીસકર્મીઓ સામે સમન્સ ઈશ્યૂં કરવામાં આવશે. આરોપીઓમાં માંજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ શેલાણા, હેડ કોન્સ્ટેબલ. ઠાકોરભાઇ, અમરદિપસિંહ ચૌહાણ, મેહુલદાન ગઢવીનો સમાવેશ થાય છે.

ભાવનગરમાં કોમ્પ્યુટરની દુકાન ધરાવતા કોમ્પ્યુટર એન્જિનિયર આશિષકુમાર લાલજીભાઇ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ આપી હતી કે 29 નવેમ્બર 2020ના રોજ સવારે 10 વાગ્યાના આસપાસ ભાવનગર ખાતે મારી દુકાનમાં કાળા કલરની ક્રેટા કારમાં પી.એસ.આઇ.શેલાણા સહિતના પાંચ લોકો આવ્યાં હતા. મને દુકાનમાં જ ઢોર માર મારીને ખેંચીને કારમાં લઇ ગયા હતા. મારી દુકાનથી તેઓ ભાવનગર સ્થાનિક પોલીસ સ્ટેશન લઇ ગયા હતા, અહી પણ કારમાં મને માર મારવામાં આવ્યો હતો. મારા પિતાને પણ ગાળો આપી હતી. બાદમાં ફરિયાદીએ કોર્ટમાં અરજી કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch